ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 14 સપ્ટેમ્બર, 2021
મંગળવાર
દેશ-વિદેશની અજબ-ગજબ વાતો સોશિયલ મીડિયા ઉપર હંમેશાં વાયરલ થતી હોય છે. હાલમાં સોશિયલ મીડિયા ઉપર એક વીડિયો વાયરલ થયો છે. એમાં અનોખું સફરજન દેખાડવામાં આવ્યું છે. આ સફરજન તેના રંગને કારણે વધુ વાયરલ થયું છે. બજારમાં લાલ, લીલા અને કાળા સફરજન તો દરેકે જોયાં હશે પણ આ સફેદ રંગનું આકર્ષક સફરજન નહીં જોયું હોય. આ સફરજન બરફના ટુકડા જેવું દેખાય છે.
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની આ અભિનેત્રી છે કરોડોની માલિક; જાણો તેની પહેલી કમાણી કેટલી હતી
સફેદ રંગનું સફરજન હોય એવું માનવામાં ન આવે, પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયેલા વીડિયોમાં એક વ્યક્તિએ આ રસીલા સફરજનને કાપીને બતાવ્યું છે. જે જોયા બાદ લોકોને વિશ્વાસ થાય.
સફેદ સફરજન ઑર્ગેનિક છે. એ મૂળ હિમાચલનું છે. શિમલામાં એની ખેતી થાય છે. આ સફરજન ભારતનાં વિવિધ શહેરોનાં ફળબજારોમાં પણ મળે છે. આ સફરજનના ભાવ અંદાજે ૨૦ કિલોના એક કાર્ટન પ્રતિ ૩,૫૦૦ રૂપિયા છે. જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું આ સફરજન છે. હવે એનો સ્વાદ કેવો છે એ તો ચાખનારને જ ખબર પડે.