પર્યટન - પ્રકૃતિ - ઈતિહાસ

રામ રાખે તેને કોણ ચાખે? ત્રણ વખત ફાંસીએ લટક્યો છતાં જીવતો બચી ગયો આ શખસ; જાણો શું છે સમગ્ર ઘટના

Jun, 22 2021


ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 22 જૂન 2021

મંગળવાર

દુનિયામાં જ્યારે કોઈ કેદીને મૃત્યુદંડ આપવામાં આવે છે, ત્યારે તેનું મૃત્યુ નિશ્ચિત માનવામાં આવે છે, પરંતુ એક શખસ એવો છે જેને એક વાર નહીં પણ ત્રણ વાર ફાંસી આપવામાં આવી હતી. તદુપરાંત તે જીવંત જ રહ્યો હતો. આ વાત છે જ્હોન લીની, જે એક ધનિક સ્ત્રીના ઘરે કામ કરતો હતો. એક દિવસ મહિલાના ઘરે ચોરી થઈ અને એ ગુના માટે જ્હોન લીને તેના ઘરમાંથી કાઢી મૂક્યો હતો.

બાદમાં 15 નવેમ્બર,1884ના રોજ, ઇંગ્લૅન્ડના એક નાના ગામમાં, જ્હોનની એક મહિલાની હત્યા બદલ ધરપકડ કરવામાં આવી હતી. જોકેજ્હોન લી શરૂઆતથી જ પોતાને નિર્દોષ જણાવી રહ્યો હતો, પરંતુ તેની પાસેથી કેટલાક પુરાવા મળ્યા હતા જેનાથી સાબિત થતું હતું કે તેણે આ હત્યા કરી છે. જ્હોનને ગુનેગાર ગણાવી બ્રિટિશ પોલીસે કોર્ટમાં કેસ શરૂ કર્યો. જ્યાં કોર્ટે પણ તેને દોષી માન્યો હતો અને જ્હોન લીને ફાંસીની સજા ફટકારી હતી.

ફાંસીના દિવસે જ્હોનનો ચહેરો કવર કરી લઈ જવાયો હતો. જલ્લાદે તેને લટકાવવા માટે હૅન્ડલ ખેંચ્યું, પરંતુ આશ્ચર્યજનક રીતે, જ્હોન હેઠળ લાકડાના દરવાજા ખૂલ્યા નહીં. જલ્લાદે ઘણી વાર હૅન્ડલ ખેંચ્યું, પરંતુ ઘણા પ્રયત્નો કર્યા પછી પણ દરવાજો ખૂલ્યો નહીં અને જ્હોન ફાંસીમાંથી બચી ગયો. બીજા દિવસે, જ્હોનને સજા માટે ફરીથી લાવવામાં આવ્યો, એ દિવસે પણ દરવાજો ખૂલ્યો નહીં અને સતત ત્રણ વખત આવું બન્યું હતું.

શું તમે જાણો છો યોગના જનક ગણાતા ઋષિ પતંજલિ કોણ હતા? જાણો તેમની વાર્તા અહીં

આ ઘટના બાદ બ્રિટિશ સરકારે જ્હોનની સજા માફ કરી દીધી હતી અને કોર્ટે કહ્યું કે જ્હોનને ત્રણ વાર ફાંસીની સજાની અનુભૂતિ થઈ છે અને આ સજા તેના માટે પર્યાપ્ત છે. આ પછી લોકોને લાગ્યું કે જ્હોનને ભગવાનમાં વિશ્વાસ છે અને ઈશ્વરે તેની મદદ કરી છે.

Leave Comments

Array ( [news] => ન્યૂઝ કંટીન્યૂઝ વિશે [subscribe] => સબસ્ક્રાઈબ કરો [share] => શેર કરો [more] => વધુ )