News Continuous Bureau | Mumbai
- છેલ્લા કેટલાક દિવસથી ભારત સહિત જુદા જુદા દેશોમાં દરરોજ ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે
- ગઈકાલે ઉત્તરકાશીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા તો આજે વહેલી સવારે નિકોબાર ટાપુ સમૂહમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.
- નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (એનસીએસ) અનુસાર, સવારે લગભગ 5:07 વાગ્યે આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.0 માપવામાં આવી છે.
- સદનસીબે હજુ સુધી જાનહાનિના કોઈ સમાચાર સામે આવ્યા નથી.
- જો કે, લોકો એટલી હદે ભયભીત થઈ ગયા હતા કે વહેલી સવારે ઘરની બહાર દોડી આવ્યા હતા.
- નોંધનીય છે કે પૃથ્વીની સપાટીની નીચે અનેક પ્રકારની પ્લેટો છે જે સતત ફરતી રહે છે, જ્યારે આ પ્લેટો એકબીજા સાથે અથડાય છે ત્યારે ભૂકંપના આંચકા અનુભવાય છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈ અને તેના નજીકના વિસ્તારમાં ગડગડાટ, મીરા રોડમાં છુટા છવાયા ઝાપટા પડ્યા.
Join Our WhatsApp Community