News Continuous Bureau | Mumbai
યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની મુશ્કેલીમાં વધારો થયો છે.
મીડિયા રિપોર્ટ મુજબ ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે યુક્રેનમાં યુદ્ધ અપરાધો માટે રશિયન રાષ્ટ્રપતિ પુતિન વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યું છે.
કોર્ટે કહ્યું કે પુતિન યુક્રેનિયન બાળકોના અપહરણ અને ડિપોર્ટેશનના ગુના માટે જવાબદાર છે. માનવાધિકાર જૂથોએ કોર્ટના નિર્ણયનું સ્વાગત કર્યું છે.
ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટના પ્રી-ટ્રાયલ ચેમ્બર-2એ પુતિન સહિત બે વ્યક્તિઓ માટે ધરપકડ વોરંટ જાહેર કર્યું છે.
ઉલ્લેખનીય છે કે 24 ફેબ્રુઆરી 2022ના રોજ રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો હતો. ત્યારથી બંને દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ દરમિયાન યુક્રેને રશિયા પર ઘણીવાર અત્યાચાર કરવાનો આરોપ લગાવ્યો છે.