284
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.
મુંબઈ, 16 ઓક્ટોબર, 2021
શનિવાર
2020માં લીગ રાઉન્ડમાં બહાર થઈ જનાર ધોનીની ટીમે આ વખતે કમાલ કરી દીધો છે. ચેન્નઈ સુપર કિંગ્સ 2018 બાદ ફરી વિજેતા બન્યું છે.
એમએસ ધોનીની આગેવાનીમાં ચેન્નઈ સુપર કિંગ્સે આઈપીએલ-2021 ફાઇનલમાં કોલકત્તા નાઇટ રાઇડર્સને 27 રને પરાજય આપી ચોથી વખત ટ્રોફી પર કબજો કર્યો છે.
પ્રથમ બેટિંગ કરતા ચેન્નઈએ 20 ઓવરમાં 3 વિકેટે 192 રન બનાવ્યા હતા. જેના જવાબમાં કોલકત્તાની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 165 રન બનાવી શકી હતી.
આ પહેલા ચેન્નઈની ટીમ 2010, 2011, 2018માં આઈપીએલની ટ્રોફી જીતી ચુકી છે. ચેન્નઈ સુપર કિંગ્સ 9મી વખત આઈપીએલ ફાઇનલમાં પહોંચ્યું હતું.
You Might Be Interested In