ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 26 જુલાઈ, 2021
સોમવાર
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ દ્વારા યુનાઇટેડ અરબ એમિરેટ્સ (UAE)માં રમાનારી IPL 2021ની બાકીની મૅચોના કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવી છે. 27 દિવસ સુધી ચાલનારા બીજા તબક્કામાં કુલ 31 મૅચ રમાશે, જેમાં બે ડબલ હેડર હશે, જેમાં એક જ દિવસે કુલ બે મૅચો રમાશે.
BCCIએ જારી કરેલા નવા શેડ્યુલ મુજબ, IPL સિઝનની બાકીની શરૂઆત 19 સપ્ટેમ્બરના રોજ દુબઈમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચેની મૅચથી થશે. ચેન્નઈ અને મુંબઈની મૅચ બાદ અબુ ધાબીમાં કોલકાત્તા અને બૅન્ગલોરની મૅચ રમાશે. 24 સપ્ટેમ્બરે બૅન્ગલોર અને ચેન્નઈ વચ્ચેની મૅચ શારજાહમાં રમાશે. પહેલી ક્વૉલિફાયર 10 ઑક્ટોબરે દુબઈમાં રમાશે. એલિમિનેટર અને બીજી ક્વૉલિફાયર અનુક્રમે 11 અને 13 ઑક્ટોબરના રોજ શારજાહમાં અને 15 ઑક્ટોબરે દુબઈમાં IPLની ફાઇનલ રમાશે.
છુપી તિજોરી ખોલશે રાઝ, કુદ્રા ના કબાટમાંથી પોર્નોગ્રાફીનો કબાડ નીકળ્યો… જાણો વિગત
BCCIએ જાહેર કરેલા કાર્યક્રમ પ્રમાણે ક્વોલિફાયર અને ફાઇનલ મૅચ દુબઈમાં રમાશે, જ્યારે એલિમિનેટર અને ક્વોલિફાયર-2ના મુકાબલા UAEમાં રમાશે. ભારતીય સમય પ્રમાણે સાંજની મૅચ 7.30 કલાકે શરૂ થશે, જ્યારે ડબલ હેડર હશે ત્યારે ભારતીય સમયાનુસાર પ્રથમ મૅચ બપોરે 3.30 કલાકે શરૂ થશે.
ઉલ્લેખનીય છે કે અનેક ટીમોમાં કોરોનાના કેસ સામે આવ્યા બાદ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 14મી સિઝનને ગત 4 મેના રોજ સ્થગિત કરવામાં આવી હતી. 2 મે સુધી કુલ 29 મૅચ રમાઈ હતી.
પેગાસસ મુદ્દે આ રાજ્ય સરકાર એક્શન મોડમાં, તપાસ કમિટી બનાવી ; જાણો વિગતે