ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 07 સપ્ટેમ્બર, 2021
મંગળવાર
લીડ્સ ટેસ્ટમાં કારમી હારનો સામનો કરનાર ટીમ ઇન્ડિયાએ ફરી એક વખત ઇંગ્લેન્ડ સામે જોરદાર વાપસી કરી છે.
ટીમ ઈન્ડિયાએ ઓવલના મેદાનમાં બાઝીગરની જેમ પલટવાર કરી ઇંગ્લેન્ડને ચોથી ક્રિકેટ ટેસ્ટ મેચમાં 157 રને હરાવ્યું છે.
આ જીત સાથે જ ઈન્ડિયન ટીમે 5 ટેસ્ટ મેચની સિરીઝમાં 2-1થી લીડ મેળવી લીધી છે.
ઇંગ્લેન્ડને જીતવા માટે 368 રનનો ટાર્ગેટ હતો, જેના જવાબમાં જો રૂટની ટીમ 210 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
ઓવલના મેદાન પર ઈન્ડિયન ટીમનો ટ્રેક રેકોર્ડ છેલ્લા 50 વર્ષોમાં સારો રહ્યો નહતો.
ઈન્ડિયન ટીમ આ મેદાન પર કુલ 13 ટેસ્ટ રમી ચૂકી છે અને તેમાંથી માત્ર એક જ જીતી શકી હતી. જ્યારે પાંચ મેચમાં ઈન્ડિયન ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે 7 મેચ ડ્રો રહી હતી.
ઉલ્લેખનીય છે કે ઈન્ડિયન ટીમ એકમાત્ર મેચ લગભગ 50 વર્ષ પહેલા 1971માં ઇંગ્લેન્ડ ટૂર પર અહીં જીતી હતી. 1971માં અજીત વાડેકરની કેપ્ટનશિપ હેઠળ ઈન્ડિયન ટીમે ઇંગ્લેન્ડને 4 વિકેટથી હરાવ્યું હતું.
 
			         
			         
                                                        