259
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 21 ફેબ્રુઆરી 2022,
સોમવાર
ભારતના યુવા ગ્રાન્ડ માસ્ટર આર પ્રાગનનંદાએ શતરંજના મેદાનમાં મોટી ઉલટફેર કરી છે.
16 વર્ષીય ભારતીય ગ્રાન્ડ માસ્ટરે વર્લ્ડ નંબર-1 ચેસ માસ્ટર મૈગનસ કાર્લસનને આકરો પરાજય આપ્યો છે.
પ્રાગનનંદાએ કાર્લસનને 39 ચાલમાં જ પટકી દીધો છે.
ઓનલાઈન રેપિડ શતરંજ ટુર્નામેન્ટ એરથિંગ્સ માસ્ટર્સના આઠમા તબક્કામાં તેમણે આ ઉપલબ્ધિ હાંસલ કરી છે.
આ જીત બાદ ભારતીય ગ્રાન્ડ માસ્ટરના 8 પોઈન્ટ થઈ ગયા અને તેઓ 8મા તબક્કા બાદ સંયુક્ત 12મા નંબર પર છે.
પ્રાગનનંદાએ મેચમાં કાળા રંગના મહોરાઓ વડે રમીને કાર્લસનને 39 ચાલમાં હરાવ્યો. આ રીતે તેણે કાર્લસનના વિજય અભિયાન પર પણ રોક લગાવી, જે અગાઉ સતત 3 બાજી જીત્યો હતો.
કામના સમાચાર: પી.એફના કાયદામાં થયા ફેરફાર. 15000 જેટલી કમાણી ધરાવનાર માટે આ નવો નિયમ. જાણો વિગતે
You Might Be Interested In