News Continuous Bureau | Mumbai
IPL 2022માં મુંબઈ ઈન્ડિયન્સ (MI)ની શરૂઆત સારી રહી નથી. રવિવારે બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં રોહિત શર્માની મુંબઈને શરૂઆતની મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે 4 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં મુંબઈ (MI)એ દિલ્હી (DC)ને 178 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેનો પીછો કરતા દિલ્હીએ 104 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ લલિત યાદવ અને અક્ષર પટેલની જોડીએ ધમાકેદાર બેટિંગ કરતા 10 બોલ બાકી રહેતા દિલ્હીને જીત અપાવી હતી.
એટલે કે રોહિત શર્માની આગેવાની હેઠળની મુંબઈ ઇન્ડિયન્સ સતત 10મી વખત IPLમાં પોતાની શરૂઆતની મેચ હારી છે. મતલબ કે વર્ષ 2013થી મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલની દરેક સિઝનમાં પોતાની પ્રથમ મેચ હારી રહી છે. જોકે, ખરાબ શરૂઆત બાદ મુંબઈ ઈન્ડિયન્સ ટિમ ગતિ પકડે છે. મુંબઈ ઈન્ડિયન્સ આમાંથી 5 સિઝનમાં ટાઈટલ જીતવામાં સફળ રહી છે, આવો જાણીએ આ વિશે-
વર્ષ 2013માં મુંબઈ ઈન્ડિયન્સને આરસીબીએ પ્રથમ મેચમાં બે રને પરાજય આપ્યો હતો. બાદમાં તે સિઝનની ફાઈનલ મેચમાં મુંબઈએ ચેન્નાઈ સુપર કિંગ્સને 23 રને હરાવીને પ્રથમ વખત ટાઈટલ જીત્યું હતું.
આ સમાચાર પણ વાંચો : ભાજપ સરકારને જગાડવા આ રાષ્ટ્રીય પાર્ટીનું 31મી માર્ચથી રાજ્યવ્યાપી 'મોંઘવારી મુક્ત ભારત' આંદોલન.. જાણો વિગતે
IPL 2015માં કોલકાતા નાઈટ રાઈડર્સના હાથે મુંબઈ ઈન્ડિયન્સને તેની પ્રથમ મેચમાં સાત વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. મુંબઈની ટીમ ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી, જ્યાં તેણે ચેન્નાઈ સુપર કિંગ્સને 41 રનથી હરાવી બીજી વખત ટાઈટલ કબજે કર્યું.
2017 IPLમાં, મુંબઈને તેની શરૂઆતની મેચમાં રાઈઝિંગ પુણે સુપર જાયન્ટ્સ સામે સાત વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. બાદમાં મુંબઈએ ફાઇનલમાં રાઇઝિંગ સ્ટાર સુપર જાયન્ટ્સને એક રનથી હરાવીને ત્રીજી વખત ટાઇટલ જીત્યું હતું.
IPL 2019 માં, મુંબઈ ઈન્ડિયન્સને વાનખેડે સ્ટેડિયમમાં પ્રથમ મેચમાં દિલ્હી સામે 37 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ, મુંબઈનો ઉત્સાહ વધારે હતો અને તે ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી હતી. ફાઇનલમાં મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને એક રનથી હરાવીને ચોથી વખત ટાઈટલ જીત્યું હતું.
આ સમાચાર પણ વાંચો : મુંબઈ પોલીસ પણ શરૂ કરશે પોતાનો સ્ટોર. વેચશે કપડા, ટોપી અને પરફ્યુમ જેવો સામાન; જમા થનારા ભંડોળમાથી કરશે આ કામ..જાણો વિગતે