News Continuous Bureau | Mumbai
રણજી 2022-23 સિઝનની શરૂઆત થઈ ગઈ છે. આ સિઝનમાં પૂર્વ ભારતીય બેટ્સમેન એટલે કે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના ( Sachin Tendulkar ) પુત્ર અર્જુન તેંડુલકરે ( Arjun Tendulkar ) શાનદાર ડેબ્યુ ( Ranji debut ) કર્યું છે. અર્જુને તેની કારકિર્દીની શરૂઆત ગોવાથી કરી હતી. અર્જુને રાજસ્થાન સામે પોતાની ડેબ્યૂ મેચમાં શાનદાર સદી ( century ) ફટકારી છે. આ સાથે તેણે તેના પિતા સચિન તેંડુલકરની બરાબરી કરી લીધી છે. મહત્વનું છે કે સચિન તેંડુલકરે પણ રણજી ડેબ્યૂમાં ગુજરાત સામે સદી ફટકારી હતી. 23 વર્ષીય અર્જુન ટીમમાં બોલિંગ ઓલરાઉન્ડર તરીકે રમે છે. પરંતુ બોલિંગની પહેલા તેને બેટિંગમાં કમાલ કરી દીધો છે.
ડેબ્યુ મેચમાં કર્યું પરાક્રમ
આ સમાચાર લખાય છે ત્યાં સુધી અર્જુને 195 બોલમાં 15 ફોર અને 2 સિક્સરની મદદથી 112 રન બનાવ્યા છે. તેણે 7મા નંબર પર બેટિંગ કરતા આ સિદ્ધિ હાંસલ કરી હતી. બેટિંગમાં તેણે જોરદાર જલવો વિખર્યો છે. હવે બોલિંગમાં તેના પર નજર રહેશે. અર્જૂનને ટીમમાં બોલિંગ ઓલરાઉન્ડ તરીકે સામેલ કરવામાં આવ્યો હતો, તે લેફ્ટ આર્મ મીડીયમ ફાસ્ટ બોલિંગ કરે છે.
આ સમાચાર પણ વાંચો: ઈંગ્લેન્ડના દિગ્ગજ આ ક્રિકેટર બન્યો અકસ્માતનો ભોગ, એરલિફ્ટ કરી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો.. જાણો કેવી છે ખેલાડીની સ્થિતિ
અર્જુને તેની કારકિર્દીમાં અત્યાર સુધીમાં 7 લિસ્ટ-એ અને 9 ટી-20 મેચ રમી છે. લિસ્ટ-એ મેચોમાં બોલિંગ કરતી વખતે તેણે 32.37ની એવરેજથી 8 વિકેટ ઝડપી છે, બેટિંગમાં તેણે 3 ઇનિંગ્સમાં 25 રન બનાવ્યા છે. તે જ સમયે, 9 ટી20 મેચોમાં, તેણે બોલિંગ દરમિયાન 12 વિકેટ લીધી છે અને બેટિંગ દરમિયાન પાંચ ઇનિંગ્સમાં માત્ર 20 રન બનાવ્યા છે.
ઉલ્લેખનીય છે કે IPLમાં તેને મુંબઈ ઈન્ડિયન્સે ખરીદ્યો હતો. જો કે તેને એક પણ મેચ રમવાની તક મળી નથી. આ રણજી સિઝનમાં સારું પ્રદર્શન કરીને તે આવતા વર્ષની IPL માટેનો રસ્તો ખોલી શકે છે. તેના સારા પ્રદર્શનના આધારે તેને આઈપીએલમાં પણ ડેબ્યૂ કરવાની તક મળી શકે છે.
Join Our WhatsApp Community