ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ની આપાતકાલીન બેઠકમાં ભાગ લેવા માટે બહેરીનમાં છે. પીસીબીના અધ્યક્ષ નજમ સેઠીના અનુરોધ પર બોલાવવામાં આવેલી આ બેઠકમાં પાકિસ્તાનના એશિયા કપના હોસ્ટિંગ અધિકારોનું ભાવિ નક્કી કરવામાં આવશે. જો બીસીસીઆઈના સૂત્રોનું માનીએ તો પાકિસ્તાન સપ્ટેમ્બરમાં એશિયા કપનું આયોજન કરે તેવી કોઈ શક્યતા નથી.
આ ટુર્નામેન્ટ ક્યાં તો સંયુક્ત આરબ અમીરાત (UAE) માં યોજાય તેવી અપેક્ષા છે જેમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) હોસ્ટિંગ અધિકારો જાળવી રાખે છે અથવા શ્રીલંકા અન્ય વિકલ્પ હોઈ શકે છે. બીસીસીઆઈના એક સૂત્રએ જણાવ્યું હતું કે, જય હાલમાં એસીસીની બેઠક માટે બહેરીનમાં છે. બીસીસીઆઈ પોતાનું વલણ બદલશે નહીં. અમે પાકિસ્તાન નહીં જઈએ કારણ કે અમને સરકાર તરફથી મંજૂરી મળી નથી.
તાજેતરના પેશાવર બોમ્બ વિસ્ફોટથી પાકિસ્તાનમાં ક્રિકેટ ટુર્નામેન્ટ ફરી શરૂ થવાની સુરક્ષાની ચિંતા વધી છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં ACC અધ્યક્ષ શાહે ખંડીય ટૂર્નામેન્ટનું શેડ્યૂલ જાહેર કર્યું હતું અને એશિયા કપના સ્થળનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. આ પછી સેઠીએ શાહ પર એકતરફી નિર્ણય લેવાનો આરોપ લગાવ્યો હતો.
એશિયા કપનું આયોજન UAEમાં થઈ શકે છે
બીસીસીઆઈએ પહેલા જ સ્પષ્ટ કરી દીધું હતું કે ટીમ ઈન્ડિયા એશિયા કપ માટે કોઈ પણ સંજોગોમાં પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે. પાકિસ્તાની ક્રિકેટ બોર્ડ અહીં ટૂર્નામેન્ટનું આયોજન કરવા પર અડગ છે. આવી સ્થિતિમાં એશિયા કપનું આયોજન તટસ્થ સ્થળે થઈ શકે છે.
આ સમાચાર પણ વાંચો : 2023ની. શરૂઆતથી જ કારના વેચાણમાં વૃદ્ધિ, મારુતિ સુઝુકીનું વેચાણ 12% વધી 1,72,535 યુનિટ્સ થયું
ગયા વર્ષે પણ એશિયા કપની યજમાની શ્રીલંકાએ કરી હતી પરંતુ ત્યાંની પરિસ્થિતિને કારણે ટૂર્નામેન્ટને યુએઈમાં શિફ્ટ કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં એશિયા કપ પાકિસ્તાનમાં નહીં પણ યુએઈમાં યોજાય તેવી પૂરી સંભાવના છે.