પૂર્વ ભારતીય ક્રિકેટર વિનોદ કાંબલી ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. વિનોદ કાંબલીની પત્ની એન્ડ્રીયા હેવિટે તેના પર દારૂના નશામાં હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે. વિનોદ કાંબલીની પત્નીએ મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ખેલાડી પર લાગ્યો છે આ આરોપ
મીડિયા રિપોર્ટ મુજબ ક્રિકેટર વિનોદ કાંબલીની પત્નીએ મુંબઈ પોલીસને આપેલી ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે નશાની હાલતમાં વિનોદ કાંબલીએ રસોઈ બનાવવાની તપેલીનું હેન્ડલ તેના પર ફેંકીને મારપીટ કરી હતી જેના લીધે તેને માથામાં ઈજા થઈ હતી. એન્ડ્રીયાએ પોલીસને કરેલી ફરિયાદ મુજબ આ ઘટના શુક્રવારે બપોરે 1 થી 1.30 વાગ્યાની વચ્ચે બની હતી જ્યારે કાંબલી કથિત રીતે નશાની હાલતમાં તેના બાંદ્રા ફ્લેટ પર પહોંચ્યો હતો અને તેની પત્ની સાથે દુર્વ્યવહાર કર્યો હતો.
વિનોદ કાંબલીએ આ મામલે નિવેદન આપ્યું છે, તેમનું કહેવું છે કે તેમને આ અંગે કોઈ માહિતી નથી.
ખેલાડી આ કારણે રહ્યો હતો ચર્ચામાં
51 વર્ષીય વિનોદ કાંબલીનો વિવાદો સાથે જૂનો સંબંધ છે. થોડા સમય પહેલા તેણે એક ઈન્ટરવ્યુમાં જોબ વિશે વાત કરી હતી. કાંબલીએ કહ્યું હતું કે તેની પાસે કોઈ કામ નથી અને તે માત્ર બીસીસીઆઈના પેન્શન પર જીવી રહ્યો છે. થોડા સમય પહેલા જ તે નશામાં ડ્રાઇવિંગ માટે પણ હેડલાઇન્સમાં આવ્યો હતો.
વિનોદ કાંબલીનું કરિયર
વિનોદ કાંબલીએ ભારત માટે 17 ટેસ્ટ રમી છે, જેમાં તેના નામે 1084 રન છે. જ્યારે તેણે ભારત માટે 104 વનડેમાં 2477 રન બનાવ્યા છે. જો ફર્સ્ટ ક્લાસ રેકોર્ડની વાત કરીએ તો તેણે 129 મેચમાં 9965 રન બનાવ્યા છે. વિનોદ કાંબલીએ વર્ષ 2000માં ભારત માટે છેલ્લી મેચ રમી હતી.
આ સમાચાર પણ વાંચો : સ્પાય બલૂન પર અમેરિકા-ચીન વચ્ચે તણાવ વધ્યો, અમેરિકાએ લીધો આ મોટો નિર્ણય
Join Our WhatsApp Community