કુલદીપ યાદવ ના શાનદાર પ્રદર્શનને કારણે બેમ ટેસ્ટ મેચની સીરીઝમાં ભારત પહેલી ટેસ્ટ મેચ જીતી ગયું છે. ભારતને આ જીત 188 રનથી મળી છે. ભારતે બાંગ્લાદેશને જીત માટે 513 રનનું લક્ષ્ય આપ્યું હતું. ભારતે પોતાની પ્રથમ બેટિંગમાં ૪૦૪ રન બનાવ્યા હતા જ્યારે કે બાંગ્લાદેશ માત્ર ૧૫૦ રન બનાવી શક્યું હતું. જેને કારણે બાંગ્લાદેશને ફોલોઓનનો સામનો કરવો પડયો. તેમજ બીજી વખત બેટિંગ કરતાં બાંગ્લાદેશ માત્ર 258 રન બનાવી શક્યું.
હવે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજો અને અંતિમ મુકાબલો 22 ડિસેમ્બરથી શરૂ થશે. ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશે વનડે સિરીઝ જીતી લીધી છે જેને કારણે ભારતના અનેક ફેન નિરાશ થયા હતા.
Join Our WhatsApp Community