News Continuous Bureau | Mumbai
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચની વચ્ચે શરમજનક કૃત્યનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં અહીં હાજર કેટલાક દર્શકો ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીનું નામ લઈને જય શ્રી રામનો નારા લગાવતા સાંભળવા મળે છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને તેના પર ભારે ચર્ચા થઈ રહી છે.
Shami Ko Jai Shree Ram 🚩 pic.twitter.com/rwVg1yMEaz
— Gems of Shorts (@Warlock_Shabby) March 9, 2023
આ ઘટના અમદાવાદ ટેસ્ટની શરૂઆત પહેલાની કહેવાય છે. વીડિયોમાં ભારતીય ખેલાડીઓ બાઉન્ડ્રીની નજીક ઉભા જોવા મળે છે. આ દરમિયાન શમીને જોતા જ કેટલાક દર્શકોએ જય શ્રી રામ, જય શ્રી રામના નારા લગાવવા માંડ્યા. શમીએ દર્શકોને સંપૂર્ણપણે નજરઅંદાજ કર્યા. દર્શકોના આ વર્તનની સોશિયલ મીડિયા પર પણ ટીકા થઈ રહી છે. વાસ્તવમાં ચાહકો પહેલા સૂર્ય-સૂર્યાની બૂમો પાડી રહ્યા હતા. ભારતીય બેટ્સમેને પણ હાથ જોડીને તેનું અભિવાદન કર્યું, પરંતુ શમીને જોઈને દર્શકોનો સ્વર બદલાઈ ગયો.
આ સમાચાર પણ વાંચો : સાવચેત રહેજો.. દેશમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે H3N2 ઈન્ફલ્યુએન્ઝા વાયરસ, અત્યાર સુધીમાં આટલા લોકોએ ગુમાવ્યા જીવ.. જાણો શું છે લક્ષણો
Join Our WhatsApp Community