ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
25 ફેબ્રુઆરી 2021
મોટેરા સ્ટેડિયમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ અપાયુ ત્યાર બાદ વિવાદનો મધપુડો છંછેડાયો છે. હવે વિપક્ષને જોરદાર મુદ્દો મળી ગયો છે.આ મેદાનમાં બે પેવેલિયન છે જે બંને પેવેલિયનનું નામ ગુજરાતીઓની કંપનીનું છે. પેવેલિયન એન્ડ ગૌતમ અદાણી કંપની એ ખરીદ્યું છે જ્યારે કે બીજું એન્ડ મુકેશ અંબાણીની કંપની એ ખરીદ્યું છે. મીડિયાકર્મી એટલે કે મીડિયા એન્ડ કહેવાય છે.
આ બંને જગ્યા ગુજરાતની કંપનીઓએ ખરીદી હોવાને કારણે રાહુલ ગાંધી તેમ જ અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા પર ખૂબ મજાક ઉડાડી છે. હાલ સોશિયલ મીડિયા પર આ એક ચર્ચાનો વિષય બન્યો છે.
ઉલ્લેખનીય છે કે આ પેવેલિયન ખરીદવા માટે કંપનીઓએ પૈસા આપવા પડે છે જે બદલ કંપનીઓને બ્રાન્ડિંગ મળતું હોય છે.
ન્યુઝ કંટીન્યૂઝ નો સવાલ – ગુજરાતના સ્ટેડિયમ ગુજરાતની કંપનીઓ ન ખરીદે. તો શું પાકિસ્તાનની કંપનીઓ કરી દે? અને બીજો સવાલ એ પેદા થાય છે કે જે નેતાઓ મજાક ઉડાડે છે તેઓ પોતાના રાજ્યમાં આવું સ્ટેડિયમ શા માટે ન બનાવી શક્યા?