News Continuous Bureau | Mumbai
હાલ પર્થમાં ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ચાલી રહેલી પ્રથમ ટેસ્ટ મેચ ચાલી રહી છે. આ ટેસ્ટ મેચનો આજે ત્રીજો દિવસ છે. દરમિયાન દિગ્ગજ ક્રિકેટર રિકી પોન્ટિંગ કોમેન્ટ્રી કરી રહ્યો હતો. જોકે આ દરમિયાન તેને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જે બાદ તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો છે.
મળતા સમાચાર મુજબ રિકી પોન્ટિંગને તાત્કાલિક ધોરણે સારવાર આપવામાં આવી છે અને અત્યારે તેની તબિયત સ્થિર છે. ઉલ્લેખનીય છે કે તેને છાતીમાં દુખાવો ઉપડતા ની સાથે જ મેડીકલ ટીમ એક્શનમાં આવી ગઈ હતી અને તત્કાળ તેમને મેડિકલ આસિસ્ટન્ટ મળી શક્યું હતું.
આ સમાચાર પણ વાંચો: Mumbai News : 6 ડિસેમ્બરે મુંબઈના આ વિસ્તારમાં દારૂના વેચાણ પર પ્રતિબંધ