News Continuous Bureau | Mumbai
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બુધવારથી એટલે કે આવતી કાલ થી ત્રણ મેચની વનડે સીરીઝ શરૂ થવા જઈ રહી છે. પરંતુ સિરીઝની શરૂઆત પહેલા જ ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે.
ગયા વર્ષે ભારત માટે વનડેમાં સૌથી વધુ રન બનાવનાર દમદાર ખેલાડી શ્રેયસ અય્યર ઈજાના કારણે ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ મેચની વનડે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. ટીમ મેનજમેંન્ટે શ્રેયસ અય્યરની જગ્યાએ રજત પાટીદારને મોકો આપવામાં આવ્યો છે. આ જાણકારી ભારતીય બોર્ડે ટ્વિટ કરીને આપી છે.
રજત ઘરેલુ ક્રિકેટમાં મધ્યપ્રદેશનું પ્રતિનિધિત્વ કરે છે અને તેની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો છે. તે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમે છે. રજતે ઇન્ડિયા Aનું પ્રતિનિધિત્વ પણ કર્યું છે. ભારતીય ટીમ 18 જાન્યુઆરી, 2023 ના રોજ હૈદરાબાદમાં ન્યુઝીલેન્ડ સામે પ્રથમ વનડે રમશે.
આ સમાચાર પણ વાંચો: મુંબઈ મહાનગરપાલિકાએ ફરી લંબાવ્યો મદદનો હાથ, બેસ્ટ પ્રશાસનને કરી અધધ આટલા કરોડની આર્થિક મદદ..
ભારતની ODI ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ઈશાન કિશન (વિકેટકીપર), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, કેએસ ભરત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), રજત પાટીદાર, વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહેમદ, શાર્દુલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, મોહમ્મદ. શમી, મોહમ્મદ. સિરાજ, ઉમરાન મલિક.
Join Our WhatsApp Community