ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 સપ્ટેમ્બર, 2021
શનિવાર
ભારતીય જનતા પાર્ટી સરપ્રાઈઝ આપવા માં એક્સપર્ટ છે. વધુ એક વખત મુખ્યમંત્રી પદ માટે એવું નામ આગળ આવ્યું છે જે કદી જ રેસમાં ન હતું અથવા જેની ચર્ચા સૌથી ઓછી થઈ હતી. દાદરા અને નગર હવેલી ના પ્રશાસક પ્રફુલ પટેલને ગાંધીનગર આવવાનું સુચન આપવામાં આવ્યું છે. બે દિવસ પહેલા પ્રફુલ પટેલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત થઈ હતી અને આ મુલાકાત આશરે બે કલાક લાંબી ચાલી હતી.
નિર્ભયા જેવા બળાત્કાર અને મોતના કેસથી હચમચી ગયું મહારાષ્ટ્ર, સીએમ ઠાકરેએ આપ્યો આ આદેશ ; જાણો વિગતે
આવતીકાલે અમિત શાહ ની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીના તમામ ધારાસભ્યોની બેઠક મળશે જેમાં મુખ્યમંત્રી પદના ઉમેદવાર વિશે નિર્ણય લેવામાં આવશે. આ બેઠકમાં તમામ ધારાસભ્યોની સાથે પ્રફુલ પટેલને હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે પ્રફુલ પટેલ ગુજરાતના ગૃહ મંત્રી રહી ચૂક્યા છે તેમજ હાલ તેઓ દાદરા અને નગર હવેલી ના પ્રશાસક છે.
પ્રફુલ પટેલને ગાંધીનગર આવવાનું સુચન આપવામાં આવ્યું છે જેને કારણે એવી અટકળો વહેતી થઈ છે કે પ્રફુલ પટેલ નવા મુખ્યપ્રધાન હોઈ શકે છે.
તાલિબાન પ્રત્યે લોકશાહી દેશોના વલણથી ગુસ્સે થયેલા જાવેદ અખ્તરે કરી આ વાત; જાણો વિગત