News Continuous Bureau | Mumbai
દેશમાં હાલ સ્ટાર્ટ અપની લહેર ચાલી રહી છે.અનેક લોકોના આઈડિયા ઉભરીને સામે આવી રહ્યા છે.તેવામાં એક 10 વર્ષીય બાળકએ શરુ કર્યું છે અનોખું સ્ટાર્ટઅપ શરુ કર્યું છે.જે સૌ કોઈને આકર્ષી રહ્યો છે. વડોદરામાં કીડપ્રેન્યોરે નફાના 40 ટકા ચેરિટી માટે દાન કરવાના ઉમદા વિચાર સાથે સ્ટાર્ટપ શરુ કરવામાં આવ્યું છે.
આ સ્ટાર્ટપનું નામ પણ એવું જ ખાસ છે.અહીં નામ એનશો શૂઝ ના નામથી આ સ્ટાર્ટઅપ ખૂબ જ પ્રસિદ્ધ થઇ રહ્યું છે.ફંકી ડિઝાઇનને કારણે અનેક લોકોનું ધ્યાન આ સ્ટાર્ટપ ખેંચી રહ્યું છે.
આ વાત છે રેનાશ દેસાઈ નામના 10 વર્ષીય બાળકની જે સિગ્નસ સ્કૂલમાં અભ્યાસ કરે છે.તેના દ્વારા આ હાઈડ્રો ડીપ ધ શૂઝનો આઈડિયા અપનાવ્યો છે.તેના ઘરે પ્રથમ જોડી ડિઝાઇન કરી હતી અને આ વિચારે તેને આકર્ષિત કર્યો હતો અને તેના પરિવાર દ્વારા અને મિત્રોએ પણ તેને ખૂબ જ પ્રોતાસાહિત કર્યો અને જેને લઈને આ 10 વર્ષીય બાળક પોતાનું સ્ટાર્ટઅપ શરુ કર્યું છે.
આ સમાચાર પણ વાંચો: નોકરિયાતોને આજે ફરી લાગશે લેટમાર્ક.. પીક અવર્સ દરમિયાન જ આ રેલવેની લોકલ ટ્રેનો 10 થી 15 મિનિટ દોડી રહી છે મોડી
તેને આ આઈડિયા એક પ્રદર્શનમાંથી આવ્યો હતો.તે એક પ્રદર્શનમાં ગયો હતો અને ત્યા બાદ તે પ્રભાવિત થયો હતો અને ત્યાં જોયું કે લોકો કસ્ટમાઇઝ જૂતાની જોડી ખરીદવાને લઈને વિચાર કરી રહ્યા છે.જેથી તેણે પોતાના માટે એક જોડી જૂતાઓ તૈયાર કાર્ય અને ત્યાર બાદ યુટ્યુબ પર હાઈડ્રો ડ્રાઇપિંગ નામના એક વીડિયોમાં જોય પછી તેણે આ પ્રયાસ કર્યો હતો
તેના દ્વારા અગ-અલગ પ્રકારની સર્જનાત્મકતા જોઈએ તેણે આ વિચાર કર્યો અને અનોખો પ્રયાસ કરી અને વિવિધ જૂતાઓ તૈયાર કર્યા હતા.હાલમાં તેણે 10 જોડી પુરી કરી છે.અને તે અન્ય લોકો માટે પણ જૂતાઓ તૈયર કરવા માંગી રહ્યો છે.
તેના માતા પિતાએ પણ તેને આ વાતને લઈને તેને ટેકો આપ્યો હતો અને ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે.આટલી નાની ઉંમરમાં આવડું મોટો વિચાર પણ એક મહત્વનો હોય છે.જેથી તેના પરિવારજનો પણ ખુબજ ખુશી વ્યક્ત કરી રહ્યા છે.
આ બાળક અન્ય એંટરપીનીયોર બનવા માંગતા લોકો માટે પણ એક અનોખી શીખ આપી રહ્યો છે.જેના કારણે તેના પરિવારજનો પણ ખુબજ ખુશ જોવા મળી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો: મુંબઈ મહાનગરપાલિકામાં રાડો… આ જૂથે પક્ષ કાર્યાલય પર કબજો જમાવતા શિંદે જૂથ અને ઠાકરે જૂથ આમને સામને.. જુઓ વિડીયો