News Continuous Bureau | Mumbai
રાજધાની ભોપાલના કટારા હિલ્સ વિસ્તારમાં સ્થિત એક પેટ્રોલ પંપ પર મોટી દુર્ઘટના ટળી હતી. રાત્રે નશામાં ધૂત થઈને બાઇક સવાર ત્રણ યુવકો અહીં પહોંચ્યા હતા. જેમાંથી એક યુવકે બાઇકમાં પેટ્રોલ ભરાવતા લાઇટર સળગાવી દીધું હતું. જેના કારણે બાઇકની ટાંકી અને પેટ્રોલ ભરવાની પાઇપમાં આગ ફાટી નીકળી હતી. જોકે સદનસીબે પંપના કર્મચારીઓની સુઝબુઝના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.
3 men set bike on fire at Bhopal petrol pump pic.twitter.com/AUZnzF8P7B
— Profile34 (@chamanpaani) May 25, 2023
આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે પેટ્રોલ પંપના કર્મચારીઓ અગ્નિશામક સાધનો અને રેતી વગેરેનો ઉપયોગ કરીને આગને કાબુમાં લીધી. જો આ કર્મચારીએ તકેદારી ન દાખવી હોત તો મોટી દુર્ઘટના બની શકત. આ પછી, કર્મચારીઓની ફરિયાદ પર, પોલીસે ત્રણેય વિરુદ્ધ FIR નોંધી અને તેમની તપાસ શરૂ કરી. જેમાં સીસીટીવી ફૂટેજની પણ મદદ લેવામાં આવી રહી છે જેથી આરોપીઓને જલ્દી પકડી શકાય. કહેવાય છે કે યુવક એક રીઢો ગુનેગાર છે અને તે નશો પણ કરતો હતો.
આ સમાચાર પણ વાંચો : વટહુકમ સામે જંગ.. દિલ્હી CM અરવિંદ કેજરીવાલે ઉદ્ધવ ઠાકરે બાદ આજે મહારાષ્ટ્ર આ દિગ્ગજ નેતા સાથે કરી મુલાકાત.. માંગ્યું તેમનું સમર્થન…
Join Our WhatsApp Community