News Continuous Bureau | Mumbai
ગુજરાતના કેવડિયા ખાતે સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક જંગલ સફારી પાર્ક તૈયાર કરવામાં આવ્યું છે. જાહેર જનતા માટે 18 ફેબ્રુઆરી 2020ના રોજ જંગલ સફારી પાર્ક ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ સફારી પાર્કમાં વિદેશથી વિવિધ રાજ્યો અને વિદેશમાંથી લાવવામાં આવેલા કેટલાય પ્રાણીઓ આકર્ષણનું કેન્દ્ર છે. જોકે જંગલ સફારીમાં 163 પ્રાણીઓ અને પક્ષીઓ પૈકીના 53ના મોત થયા છે. ઉલ્લેખનીય છે કે, કેવડિયા જંગલ સફારી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાત સરકારની સૌથી વધારે મહત્વાકાંક્ષી પરિયોજનાઓમાંથી એક છે.
વિધાનસભાના વર્તમાન સત્રમાં દાણીલીમડા મતવિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે પૂછેલા પ્રશ્નના જવાબમાં ગુજરાત સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે, 163 પ્રાણીઓ અને પક્ષીઓમાંથી 53ના મોત થયા જે વિદેશો અને ભારતના વિભિન્ન રાજ્યોમાંથી લાવવામાં આવ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : આખરે જેલમાં બેઠેલા મંત્રી નવાબ મલિક પાસેથી બધા જ વિભાગો છીનવી લેવામાં આવ્યા. જાણો કોને કયો વિભાગ વહેંચી દેવાયો… જાણો વિગતે
પ્રાપ્ત જાણકારી મુજબ મૃત્યુ પામેલા 53 પ્રાણીઓ અને પક્ષીઓમાંથી 8 વિદેશથી લાવવામાં આવ્યા હતા, જ્યારે 45 ભારતના વિવિધ રાજ્યોમાંથી લાવવામાં આવ્યા હતા. મંત્રીએ લેખિત જવાબ આપતાં જણાવ્યું કે, વિદેશથી લવાયેલા મોટાભાગના પશુઓ અને પક્ષીઓના મોત વાહિકાતંત્ર અને શ્વસનતંત્ર નિષ્ફળ જતાં થયા છે. મૃત્યુના અન્ય કારણોમાં હાયપોવોલેમિક શૉક, એસ્ફેક્સિયા, મલ્ટી-ઓર્ગન ફેઈલ્યોર, પેટમાં ગંભીર દુઃખાવો, ન્યૂમોનિયા અને હૃદય બંધ થઈ જવું શામેલ છે.
વિદેશ અને વિવિધ રાજ્યોમાંથી લાવવામાં આવેલા પ્રાણીઓમાં ખિસકોલી વાંદરાઓ, મર્મોસેટ્સ, ગ્રીન ઇગુઆના, રિંગટેલ, રેડ ઇગુઆના, કૈપુચિન વાંદરા, મગર, બ્લેક પેન્થર્સ, કેરોલિના બતક, અલ્પાકા, લામા, દીવારબી, જિરાફ, ઝેબ્રાસ, વાઇલ્ડેક્સી અને વાઇલ્ડબીઝનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત ધારાસભ્ય શૈલેષ પરમારે કુલ ખર્ચ અને અત્યાર સુધીની કુલ કમાણી વિશે પણ પૂછ્યું હતું. જેના જવાબમાં રાજ્ય સરકારે કહ્યું કે, વર્ષ 2019, 2020 અને 2021 એમ 3 વર્ષમાં વિદેશો અને ભારતના વિભિન્ન રાજ્યોમાંથી જાનવરો અને પક્ષીઓને લાવવા માટે આશરે 5.47 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા.
આ સમાચાર પણ વાંચો : વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસે ત્રીજા મોરચા સાથે જોડાવાના આપ્યા સંકેત… આ પાર્ટીઓ સાથે ગઠબંધન કરી જુનિયર પાર્ટનર બનવા માટે પાર્ટી તૈયાર; જાણો વિગતે