News Continuous Bureau | Mumbai
રાજકારણમાં(Politics) કોઈ કોઈનો કાયમનો દોસ્ત કે પછી કોઈનો કાયમનો દુશ્મન નથી હોતો. હાલમાં જ એક મરાઠી કાર્યક્રમમાં(Marathi program) દેવેન્દ્ર ફડણવીસની(Devendra Fadnavis) પત્ની અમૃતા ફડણવીસે(Amruta Fadnavis) ઉદ્ધવ ઠાકરેના(Uddhav Thackeray) પત્ની રશ્મિ ઠાકરેને(Rashmi Thackeray) આશ્વાસન આપ્યું હતું કે રાજકારણમાં ગમે તે ચાલતું હોય પણ આપણી વચ્ચેની મિત્રતા કાયમ રહેશે.
શિવસેના-ભાજપ(Shiv Sena-BJP) ગઠબંધન તૂટ્યા બાદ ઉદ્ધવ ઠાકરે અને દેવેન્દ્ર ફડણવીસે જાહેરમાં ઘણીવાર એકબીજાની ટીકા કરી છે. શિવસેનામાં બળવા બાદ રાજ્યમાં સત્તા પરિવર્તનને(power change) કારણે બંને પક્ષ અને બંને નેતા વચ્ચે વિવાદ ફરી વિકર્યો છે. અમૃતા ફડણવીસ જાહેરમાં અનેક વખત ઉદ્ધવની ટીકા કરી ચૂક્યા છે, તેથી શિવસેનાની મહિલા કાર્યકર્તાઓમાં(Women activists) અમૃતા ફડણવીસ માટે ભારે નારાજગી છે.
આ સમાચાર પણ વાંચો : લો બોલો- ફરી એસી ટ્રેનની મગજમારી- સવારના પીક અવર્સ દરમિયાન આ સ્ટેશન પર વેસ્ટર્ન રેલવે ખોરવાઈ
મહારાષ્ટ્રમાં રાજકારણ(Politics In Maharashtra) ગરમાયું છે ત્યારે તાજેતરમાં અમૃતા ફડણવીસ એક મરાઠી ચેનલના(Marathi channel) એક કાર્યક્રમમાં જોવા મળી હતી. તે સમયે અમૃતા ફડણવીસને પૂછવામાં આવ્યું કે ઉદ્ધવ ઠાકરેની પત્ની રશ્મિ ઠાકરેનો ફોટો જોઈને તેઓ શું કહેવા માગે છે. ત્યારે અમૃતા ફડણવીસે આ નિવેદન આપ્યું છે.
તમે કેમ છો બધું બરાબર છે ને? તમે બહુ સારી રીતે ઘરનું સંચાલન કરો છો. તેથી ખરેખર તમારો ખૂબ આદર કરુ છું. તમારી પાસેથી ઘણું શીખવા મળે છે., ઉતાર-ચઢાવ ચાલુ રહે છે, પરંતુ આપણે હંમેશા સારા મિત્રો રહીશું..