ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૪ મે ૨૦૨૧
સોમવાર
ભારતીય જનતા પાર્ટી અને શિવસેના વચ્ચે ગઠબંધન અનેક દશક સુધી ચાલ્યું. જોકે છેલ્લા દોઢ વર્ષથી શિવસેના કૉન્ગ્રેસ તેમ જ રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પાર્ટી સાથે મળીને મહારાષ્ટ્રમાં સરકાર ચલાવે છે. આ પરિસ્થિતિમાં શિવસેના અનેક વખત પોતાના મુખપત્ર ‘સામના’માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં વખાણ કરીને બધાને સરપ્રાઇઝ આપે છે. હાલમાં જ ‘સામના’ના એક લેખમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મોટા દિલવાળા છે એવું કહેવામાં આવ્યું હતું. થોડા સમય અગાઉ એક લેખમાં લખવામાં આવ્યું હતું કે વડા પ્રધાન મોદી ભારતની શાન છે અને આથી આંતરરાષ્ટ્રીય સ્તર પર તેમની ટીકા સાંખી નહીં લેવાય.
આમ શિવસેના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી સાથે બેવડી ભૂમિકા રાખી રહ્યું છે.
નિવેદન આપીને બાબા રામદેવ ફસાયા : હવે આરોગ્ય વિભાગે આંખો કાઢી; જાણો શું છે મામલો
તો શું તેઓ CBIથી ડરે છે કે પછી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ તેમના હાથ હેઠા પાડી દે છે? કોને ખબર શું કારણ! પણ શિવસેના કન્ફ્યુઝ છે એટલું નક્કી.