ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 28 સપ્ટેમ્બર, 2021
મંગળવાર
શિવસેનાના નેતા અને મહારાષ્ટ્રના પરિવહન મંત્રી અનિલ પરબ ED ( ડાયરેક્ટોરેટ ઑફ એન્ફોર્સમેન્ટ) કાર્યાલયમાં પહોંચ્યા છે. શનિવારે ૨૫મી સપ્ટેમ્બરના રોજ પરબને EDએ નોટિસ મોકલી હતી. એ મુજબ આજે તેમને પૂછપરછ માટે બોલાવ્યા છે. આ પહેલાં 31મી ઑગસ્ટના રોજ પરબને તપાસ માટે બોલાવ્યા હતા. એ સમયે કોઈ કાર્યક્રમમાં જવાનું કારણ આગળ ધરીને તેઓ તપાસમાંથી છટકી ગયા હતા, પરંતુ આ વખતે તેમણે તપાસનો સામનો કરવાનો નિર્ણય લીધો છે.
ED કાર્યાલયમાં જતાં પહેલાં પરબ સવારે બાંદરાના પોતાના સરકારી નિવાસસ્થાને પહોંચ્યા હતા. એ સમયે મીડિયાને જણાવ્યું હતું કે EDએ મને શા માટે બોલાવ્યો છે, એની મને જાણ નથી, પણ એ પહેલાં જ હું શિવસેનાપ્રમુખ બાળાસાહેબ અને મારાં બાળકોના સોગંદ લઈને કહું છું કે મેં કોઈ પણ ગેરકામ કર્યું નથી.
રાષ્ટ્રીય સ્તરની પાર્ટી સાથે મહાજન પરિવારનો આ સભ્ય રાજકીય કારકિર્દીનો કરશે આરંભ; જાણો વિગત
અનિલ પરબ ઉપર ૧૦૦ કરોડની વસૂલી પ્રકરણે આરોપ છે. જેની તપાસ ED દ્વારા કરવામાં આવશે. એથી પરબની તપાસમાંથી કઈ નવી વાત સામે આવે છે એના ઉપર બધાનું ધ્યાન છે.