Breaking News
  • ટિકિટ વગર પ્રવાસ કર્યો તો આવી બનશે!
  • મધ્યમ વર્ગને કોઈ રાહત નહીં,RBIએ મૌદ્રિક નીતિનુ કર્યુ એલાન
  • ‘તારક મહેતા ના આ અભિનેતા કરોડોની સંપત્તિના માલિક,જાણો નેટવર્થ
  • મહાવિકાસ આઘાડી સરકારના વધુ એક નેતા હવે ED ના રડાર પરઃ
  • વિકી અને કેટરીના લગ્ન બાદ સાઈન કરવા જઈ રહ્યા છે ફિલ્મ

રાજ્ય

ભાજપના આ નેતાએ મહારાષ્ટ્ર સરકારને ફરી કોલ્હાપુર જવાની ચીમકી આપી; જાણો વિગત

Sep, 23 2021


ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 23, સપ્ટેમ્બર 2021

ગુરુવાર.

મહાવિકાસ આઘાડીના ગ્રામવિકાસ મંત્રી હસન મુશ્રીફના કૌભાંડના વિરોધમાં મુરગૂડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવા માટે 28 સપ્ટેમ્બરના કોલ્હાપુર જવાની જાહેરાત ભાજપના નેતા અને ભૂતપૂર્વ સાંસદ કિરીટ સોમૈયાએ કરી છે. તે બાબતે તેમણે કલેકટર રાહુલ રેખાવારને પત્ર લખીને જાણ કરી દીધી છે.

બે દિવસ પહેલા પણ કિરીટ સોમૈયાએ કોલ્હાપુર જવાની જાહેરાત કરી હતી. પરંતુ કોલ્હાપૂરના કલેકટરે તેમના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. છતાં સોમૈયા કહાડ સુધી ગયા હતા. ત્યાં તેમને પોલીસે અટકાવતા ત્યાંથી તેમણે પાછા ફરવું પડયું હતું. હવે તેઓ ફરી મંગળવારે કોલ્હાપુર જવાના છે, એવી જાહેરાત તેમણે કરી છે.

 આ દરમિયાન કોલ્હાપુરની શાંતિ બગાડવી નહીં. સ્થાનિક લોકોને ઉશ્કેરીને રાજકારણ કરવું નહીં એવી ચીમકી કોલ્હાપુર નાગરી કૃતિ સમિતિએ કિરીટ સોમૈયાને આપી છે. તો સ્થાનિક રાષ્ટ્રવાદીના નેતાઓએ કિરીટ સોમૈયા સામે કાયદાનો ભંગ કરવા બદલ કાયદેસર પગલા લેવાની મુખ્યપ્રધાન સક્ષમ માગણી કરી છે.

દિલ્હીની સરકારી હોસ્પિટલમાં છૂપાવેશે પહોંચેલા મંત્રી મનસુખ માંડવિયા સાથે એવું તે શું થયું? કે તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આ વાત કહેવી પડી: જાણો વિગત

અહીં ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ પણ કિરીટ સોમૈયા કોલ્હાપુર જવા નીકળ્યા હતા. પરંતુ પોલીસે અગાઉ તેમના મુલુંડના નિવાસસ્થાન પર તેમને અટકાવ્યા હતા. ત્યારબાદ કિરીટ સોમૈયા કોલ્હાપુર જવા માટે ટ્રેન પકડવા  છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પર ગયા હતા ત્યારે પોલીસ દ્વારા તેમને રોકી દેવામાં આવ્યા હતા.

Array ( [news] => ન્યૂઝ કંટીન્યૂઝ વિશે [subscribe] => સબસ્ક્રાઈબ કરો [share] => શેર કરો [more] => વધુ )