ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 2 ફેબ્રુઆરી 2022
બુધવાર.
મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ભિવંડી ખાતે વિસ્ફોટકોનો મોટો સ્ટોક મળી આવતા ખળભળાટ મચી ગયો છે. પોલીસે વિસ્ફોટક પદાર્થ જપ્ત કર્યો હતો અને ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે ભિવંડીના નદીનાકા ખાતે ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસે કારમાંથી જિલેટીનની લાકડીઓ અને એક ડિટોનેટર કબજે કર્યું હતું.
ભિવંડી પોલીસ ક્રાઈમ બ્રાન્ચની ટીમે મંગળવારે આ ઓપરેશન હાથ ધર્યું હતું. નદીનાકા ખાતે કારમાંથી જિલેટીન સ્ટીક અને ડિટોનેટર લઈ જવામાં આવી રહ્યા હતા. લગભગ 1,000 જિલેટીન લાકડીઓ અને એટલી જ સંખ્યામાં ડિટોનેટર આ કારમાં લઈ જવામાં આવી રહ્યા હતા. પોલીસે આ વાહનને રોકીને તલાશી લીધી હતી અને ત્યારબાદ તેમાં રહેલા વિસ્ફોટક પદાર્થને જપ્ત કર્યા હતા.
ઝારખંડ આ જિલ્લામાં બની હચમચાવી નાખતી ઘટના, કોલસાનું ગેરકાયદેસર ખોદકામ કરવા ગયેલા આટલા લોકોને મળ્યું મોત; જાણો વિગતે
પોલીસને મળેલી ટીપને આધારે તેઓ પેટ્રોલીંગમાં કરી રહ્યા હતા. બપોરે 3 વાગ્યાની આસપાસ નદીનાકા પાસે એક કારને અટકાવી હતી. કારના બોક્સમાં જિલેટીનની લાકડીઓ અને ડિટોનેટર હતા. પોલીસે વિસ્ફોટક પદાર્થ જપ્ત કર્યા હતા. ત્રણ આરોપીઓ અલ્પેશ ઉર્ફે બાલ્યા પાટીલ (34, આપ્ટી ખુર્દ, વિક્રમગઢ), પંકજ ચૌહાણ (વિક્રમગઢ) અને સમીર ઉર્ફે સામ્યા વેડગા (વેજપાડા, વિક્રમગઢ) છે.
પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે. ત્રણેય આરોપીઓ આ વિસ્ફોટક પદાર્થ ચોરીને તેને વેચવા જઈ રહ્યા હતા. આ અંગે નિઝામપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. વધુ તપાસ ચાલુ હોવાનું પોલીસે જણાવ્યું હતું.