ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 31 ઑગસ્ટ, 2021
મંગળવાર
મુંબઈ સહિત આસપાસના વિસ્તારોમાં સોમવાર રાતથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે. મુંબઈ ઉપરાંત જલગાંવના ચાલીસગાંવ વિસ્તાર અને ઔરંગાબાદમાં કન્નડ ઘાટ પાસે વરસાદે તબાહી મચાવી છે. નદીઓમાં ઘોડાપૂર આવ્યાં છે. ઘરો, દુકાનો, નદીઓ અને નાળા બધે જ પાણી દેખાઈ રહ્યું છે. કોદગાવ અને વલથાણ ડૅમ તિતુર ડોંગરી નદીના મૂળ સુધી પાણી ભરાઈ ગયાં છે. નદીના પૂરથી ઘણી દુકાનોને અસર થઈ છે. ઘણા ઘરોમાં પાણી ઘૂસી ગયાં. બંને પુલ ઉપર પાણી વહી રહ્યું છે. આ કારણે ચાલીસગાવથી ઔરંગાબાદ સુધીનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. SDRFની ટીમ ચાલીસગાંવ પહોંચી છે. જુઓ વીડિયો
મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં ભૂસ્ખલન થતાં વાહનો ભેખડો નીચે દટાયાં; જુઓ વીડિયો
મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં તોફાની વરસાદ, જલગાંવનો ચાલીસગાંવ વિસ્તાર નદીમાં ફેરવાયો; જુઓ વીડિયો #maharashtrarain #jalgaon #heavyrain #flood pic.twitter.com/rDSRNyIsC9
— news continuous (@NewsContinuous) August 31, 2021