News Continuous Bureau | Mumbai
રાજસ્થાનના(Rajasthan) જોધપુરના(Jodhpur) ઘણા વિસ્તારમાં આવતીકાલ સુધી કર્ફ્યૂ(Curfew) લગાવી દેવામાં આવ્યું છે. આ નિર્ણય ઈદ(Eid) પર થયેલી બબાલ બાદ તણાવને જોતા લેવામાં આવ્યો છે. કુલ ૧૦ વિસ્તારમાં કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે. બીજી તરફ મુખ્યમંત્રી(Chief Minister) અશોક ગેહલોતે(Ashok Gehlot) આ મામલાને લઈને બેઠક બોલાવી છે. આ વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે(Union home ministry) બબાલ મુદ્દે રિપોર્ટ માંગ્યો છે. નાયબ પોલીસ કમિશનર(Deputy Police commissioner) રાજકુમાર ચૌધરી(Rajkumar chaudhary) દ્વારા જારી આદેશ પ્રમાણે જોધપુર કમિશ્નરીના જિલ્લા પૂર્વના પોલીસ સ્ટેશન વિસ્તાર ઉદય મંદિર, સદર કોતવાલી, સદર બજાર, નાગોરી ગેટ, ખંડા ફલસામાં કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે. આ સિવાય જિલ્લા પશ્ચિમ ક્ષેત્રમાં પ્રતાપનગર, પ્રતાપનગર સદર, દેવનગર, સૂરસાગર અને સરદારપુરામાં પણ કર્ફ્યૂ લગાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે આ વિસ્તારમાં આજે બપોરે ૧ કલાકથી કાલે મધ્યરાત્રિ ૧૨ કલાક સુધી કર્ફ્યૂ રહેશે. તે પ્રમાણે કોઈ વ્યક્તિ પોતાની ગૃહ સીમાથી મંજૂરી વગર બહાર નીકળશે નહીં. સ્થિતિને જોતા કર્ફ્યૂનો સમયગાળો વધારી શકાય છે. આ પહેલા મુખ્યમંત્રી અશોક ગેહલોતે આ ઘટના પર પ્રતિક્રિયા આપતા તેને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી. સાથે શાંતિ જાળવવાની અપીલ કરી હતી. જિલ્લામાં આગામી આદેશ સુધી ઇન્ટરનેટ સેવા(Internet service) બંધ કરી દેવામાં આવી હતી. ઘટના વિશે માહિતી મળી કે નાની વાતને લઈને વિવાદ થયા બાદ મારામારી શરૂ થઈ હતી. સોમવારે રાત્રે ચાર રસ્તા પર સ્થિત સ્વતંત્રતા સેનાની(Freedom fighter) બાલ મુકુંદ બિસ્સાની(Balmukund Bissa) મૂર્તિ પર ઝંડો લગાવવા અને સર્કલ પર ઈદ સાથે જોડાયેલા બેનર લગાવવાને લઈને વિવાદની શરૂઆત થઈ હતી. આ સિવાય ઈદની નમાઝ(Namaz) ને લઈને પણ ચાર રસ્તા પર લાઉડ સ્પીકર લગાવવાને લઈને નારાજ લોકોના ટોળા ભેગા થયા હતા.
આ સમાચાર પણ વાંચો : મહાનગરપાલિકા, જિલ્લા પરિષદની ચૂંટણીને લઈને સુપ્રીમ કોર્ટની મહારાષ્ટ્ર સરકારને ફટકાર . જાણો વિગતે.