ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 ઑગસ્ટ, 2021
સોમવાર
મહારાષ્ટ્રના પરિવહન પ્રધાન અને શિવસેનાના નેતા અનિલ પરબને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું છે.
પૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં તેમને પૂછપરછ માટે સમન્સ પાઠવવામાં આવ્યું છે.
અનિલ પરબને 31 ઓગસ્ટના સવારે 11 વાગ્યે મુંબઈમાં બલાર્ડ સ્ટેટ સ્થિત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઓફિસમાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે.
અનિલ પરબે આ કેસમાં પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આજે સાંજે મને ED ની નોટિસ મળી છે. આમાં કોઈ કેસનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
આ અંગે શિવસેનાના નેતા સંજય રાઉતે પ્રતિક્રિયા આપતા કહ્યું કે આવું થવાનું જ હતું. પાર્ટી તેને કાયદેસર રીતે લડશે. રાઉતે ટ્વિટ કરીને કહ્યું કે,`ખૂબ સારું, જન આશીર્વાદ યાત્રા પૂરી થતાં જ અનિલ પરબને ED નોટીસ મળી.
કેન્દ્ર સરકારે તેનું કામ શરૂ કર્યું. પરબ રત્નાગીરી જિલ્લાના પ્રભારી મંત્રી છે. ઘટનાક્રમ સમજો, અમે કાનૂની નોટિસને કાયદાકીય રીતે લડીશું. જય મહારાષ્ટ્ર.
તો શું મહારાષ્ટ્રમાં ફરી નાઇટ કર્ફ્યુ લાગુ પડશે? આ પ્રધાને આપ્યું ચોંકાવનારું નિવેદન; જાણો વિગત