ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 28 ઑગસ્ટ, 2021
શનિવાર
કોલસા ગેરકાયદે ખનન કેસમાં મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી અને તેમની પત્ની રૂજીરા બેનર્જીને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED) એ સમન્સ પાઠવ્યા છે.
આ સિવાય બંગાળ સીઆઈડીના એડીજી જ્ઞાનવંત સિંહ અને મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીના વકીલ સંજય બાસુને પણ સમન્સ મોકલવામાં આવ્યા છે.
ટીએમસી નેતા અભિષેક બેનર્જીને તપાસમાં સામેલ થવા માટે 6 સપ્ટેમ્બરે બોલાવવામાં આવ્યા છે જ્યારે ઇડી દ્વારા તેમની પત્ની રૂઝિરાને 3 સપ્ટેમ્બરે હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે સીબીઆઈની નવેમ્બર 2020 ની એફઆઈઆરમાંથી પસાર થયા બાદ ઇડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કેસ નોંધ્યો હતો.
સીબીઆઈએ આસનસોલની આસપાસના કુનુસ્ટોરિયા અને કજોરા વિસ્તારોમાં ઇસ્ટર્ન કોલફિલ્ડ્સ લિમિટેડના કરોડો રૂપિયાના કોલસાની ચોરીનો આરોપ લગાવ્યો હતો.