ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 ઑક્ટોબર, 2021
શનિવાર
મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં આવતા અઠવાડિયાથી બાઇકસવારે હેલ્મેટ નથી પહેરી કે પછી વાહનચાલકે સીટ-બેલ્ટ નથી પહેર્યો તો તેને એક હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે. એટલુ જ નહીં, પરંતુ બાઇકસવારે ત્રણ મહિના માટે લાઇસન્સ ગુમાવવાની તૈયારી પણ રાખવી પડશે.
આ કંપનીએ નવી મુંબઈમાં લૉન્ચ કર્યું પહેલું મોબિલિટી સ્ટેશન, ગ્રાહકોને મળશે આ ફાયદા; જાણો વિગત
રાજ્ય સરકારે શુક્રવારે મોટર વેહિકલ અમેન્ટમેન્ટ ઍક્ટ 2019માં સુધારા કર્યા હતા. એ મુજબ હવેથી નિયમોનો ભંગ કરનારાને દંડની વધુ રકમ ચૂકવવી પડશે. ડ્રન્ક ઍન્ડ ડ્રાઇવ કેસમાં ગુનો નોંધાયા બાદ કેટલો દંડ વસૂલવો એ કોર્ટ નકકી કરશે. નવા મોટર વેહિકલ ઍક્ટમાં પહેલી વખત ગુનો કરનારાને 6 મહિનાની જેલની સજા અને 10,000 રૂપિયાનો દંડ ફટકારાશે. બીજી વખત ગુનો કરતાં પકડાયા તો બે વર્ષની જેલની સજા અને 15,000 રૂપિયાનો દંડ ફટકારાશે. એ ઉપરાંત વાહનોને ફૅન્સી નંબર પ્લૅટ લગાડનારા પાસેથી પણ દંડ વસૂલવાનું સરકાર વિચારી રહી છે. દંડની રકમને લગતું અંતિમ નોટિકિફેકશન સોમવારે બહાર પાડવામાં આવશે.