ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 સપ્ટેમ્બર, 2021
શુક્રવાર
રાષ્ટ્રીય પાટનગર દિલ્હીની રોહિણી કોર્ટમાં ગૅન્ગવૉર થયું. શુક્રવાર બપોરના અહીં મોસ્ટ વૉન્ટેડ ગૅન્ગસ્ટર જિતેન્દ્ર ઉર્ફ ગોગીની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે. જે બાદ કોર્ટ પરિસરમાં શૂટઆઉટ થયું અને હુમલાખોરોને પણ ઠાર મારવામાં આવ્યા છે. દિલ્હી કોર્ટમાં બનેલા આ શૂટઆઉટમાં અત્યાર સુધીમાં 3 લોકોનાં મોતની પુષ્ટિ કરવામાં આવી છે. આ ત્રણ મૃતકોમાંથી એક મોસ્ટ વૉન્ટેડ આરોપી જિતેન્દ્ર છે, જ્યારે બે હુમલાખોર છે. જોકે આ બંને હુમલાખોર જિતેન્દ્ર પર જ હુમલો કરવા માટે આવ્યા હતા.
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર બંને હુમલાખોરો વકીલના ડ્રેસમાં આવ્યા હતા. જેમણે ગૅન્ગસ્ટર જિતેન્દ્ર પર ગોળી ચલાવી. સ્પેશિયલ સેલની ટીમ જિતેન્દ્રને કોર્ટ રૂમમાં લઈ ગઈ હતી, જ્યાં આ ઘટના બની હતી. કહેવામાં આવી રહ્યુ છે કે દિલ્હીના ટિલ્લુ ગૅન્ગે જિતેન્દ્રની હત્યા કરી છે. જે બે હુમલાખોરો ઠાર થયા છે એમાં એક પર 50 હજારનું ઇનામ છે, જ્યારે એક બીજો બદમાશ છે.
ગત મોડી સાંજે મુંબઈમાં ગમખ્વાર દુર્ઘટના : ઈમારતની આગમાં એક મહિલાનું મૃત્યુ. જુઓ વિડિયો જાણો વિગત
આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
દિલ્હીની રોહિણી કોર્ટમાં ફાયરિંગ, શૂટઆઉટમાં મોસ્ટ વોન્ટેડ આરોપી સહિત 3 ના મોત; જુઓ શૂટઆઉટનો વિડીયો
#delhi #rohinicourt #firing #delhipolice #gangster pic.twitter.com/e6ru9yo6uU— news continuous (@NewsContinuous) September 24, 2021