News Continuous Bureau | Mumbai
પાડોશી દેશ પાકિસ્તાન(Pakistan)માં થયેલી અતિવૃષ્ટિ(flood)ની અસર હવે ગુજરાત(Gujarat)ના કચ્છ જિલ્લા(Kutch)માં જોવા મળી રહી છે.
પાકિસ્તાનમાં પડેલા અનરાધાર વરસાદ(Rain)ના પાણી હવે કચ્છમાં ફરી વળ્યા છે, ત્યારે રણ(desert) જાણે દરિયા(Sea)માં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. પાકિસ્તાનના અતિવૃષ્ટિના પાણી( Flood water) કચ્છમાં ઘૂસી ગયા છે અને અહીં ધોળાવીરા-ખાવડા માર્ગ(Dholavira-Khavda road) પર પાણી ફરી વળ્યા છે. પાકિસ્તાનથી આવેલા વરસાદી પાણીને લીધે માર્ગ(Road) ધોવાઇ ગયા છે. જેના લીધે સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
પાકિસ્તાનમાં વરસેલા ભારે વરસાદની અસર
ભારે વરસાદની અસર કચ્છના રણમાં જોવા મળી
ધોળાવીરા- ખાવડા માર્ગ પર પાણી ફરી વળ્યાં
વરસાદી પાણીના કારણે અનેક જગ્યા માર્ગ ધોવાયો
ભારે પાણીના કારણે રણ દરિયામાં ફેરવાયો#kutch #rain #PakistanFloods #Pakistan #kutchrann utsav pic.twitter.com/uRAEdpC7JN— Hiren Patel (@HirenPa307) August 31, 2022
મીડિયામાં પ્રસારિત થયેલા અહેવાલો મુજબ પાકિસ્તાનમાં અતિવૃષ્ટિને કારણે સ્થિતિ વધુ ગંભીર બની હોવાનું સામે આવી રહ્યું છે, ત્યારે ત્યાંના પાણી ગુજરાતના કચ્છમાં ફરી વળતાં કચ્છનું રણ જાણે દરિયામાં ફેરવાયું છે. પાકિસ્તાનના પુરના પાણી કચ્છમાં ફરી વળતાં સ્થાનિક લોકો માટે પણ મુશ્કેલી ઉભી થઇ છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં મનસે કાર્યકરોની ગુંડાગીરી- દુકાન સામે થાંભલો ન લગાવવા દેતા મહિલાને ધક્કા મારીને નીચે પાડી- જુઓ વિડીયો