વાતાવરણ પલટાએ ખેડૂતોની ચિંતા વધારી છે- હજુ આગામી ૪ દિવસ તો રાજ્યના અમુક વિસ્તારમાં સામાન્ય વરસાદનું અનુમાન છે

by Dr. Mayur Parikh
Rain in many parts of Gujarat

News Continuous Bureau | Mumbai

ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે તેમ છતાં પણ અનેક વિસ્તારમાં વરસાદી માહોલ છે જોવા મળી રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે આગામી ચાર દિવસ સામાન્ય વરસાદ રહેશે અને થન્ડર સ્ટોમ એક્ટવિટીના કારણે ૩૦ થી ૪૦ કિલોમીટરની ઝડપે પવન ફુંકાશે. જોકે, હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે અમદાવાદના અનેક વિસ્તારોમાં વહેલી સવારે છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો.

હવામાન વિભાગ પ્રમાણે, આગામી ચોવીસ કલાકમાં આણંદ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદ રહેવાની આગાહી છે. ૭ ઓક્ટોબરની આગાહી – થન્ડર સ્ટોમ એક્ટવિટીના કારણે દાહોદ, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના રહેશે. સાથે જ ૩૦થી ૪૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાનું પણ હવામાન વિભાગનું અનુમાન છે.

આ સમાચાર પણ વાંચો : મુંબઈના બાંદ્રા વરલી સી લિંક પર વાહન ઉભું રાખી શકાય- જાણો દંડ-સ્પીડ લિમિટ વિશે

૮ ઓક્ટોબરની આગાહી- પંચમહાલ, દાહોદ, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં થન્ડર સ્ટ્રોમ એક્ટવિટીના કારણે ૩૦થી ૪૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. તેમજ સામાન્યથી મધ્યમ વરસાદનું હવામાન વિભાગનું અનુમાન છે.૯ ઓક્ટોબરની આગાહી – સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે. પંચમહાલ, દાહોદ, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદનું અનુમાન છે.

રાજ્યમાં ઉત્તર પશ્ચિમના ફૂંકાય રહ્યા છે. તાપમાન ઊંચું અને ભેજનું પ્રમાણ હોવાના કારણે થંડરસ્ટોમ એક્ટવિટી થઈ રહી છે. જેના કારણે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. આજે વહેલી સવારથી જ અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરના બોપલ, પ્રહલાદ નગર, એસજી હાઇવે, આણંદ નગર સહિતના અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદ થયો છે. ચોમાસું પાક તૈયાર થઈ ગયો છે. ત્યારે વાતાવરણ પલટો અને કમોસમી વરસાદના કારણે ડાંગરના પાક અને મગફળીના પાકને નુકસાન થવાની ભીતી સેવાય રહી છે. વાતાવરણ પલટાએ ખેડૂતોની ચિંતા વધારી છે. 

આ સમાચાર પણ વાંચો : ભારત જોડો યાત્રામાં છલકાયો માતૃપ્રેમ- રાહુલ ગાંધીએ માર્ગ પર કર્યું એવું કે ચોતરફ થઇ રહી છે વાહવાહી- જુઓ વિડીયો 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More