રાજ્ય

CET અંગે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાઓમાં ભારોભાર મૂંઝવણ; CET તર્કસંગત ન હોવાનો લોકોનો મત, જાણો વિગત

Jul, 22 2021


ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૨ જુલાઈ, ૨૦૨૧

ગુરુવાર

કોરોનાના કારણે મહારાષ્ટ્ર રાજ્ય બોર્ડે દસમા ધોરણની પરીક્ષા રદ કરી હતી. વિદ્યાર્થીઓને નવમા ધોરણના ગુણ અને ઇન્ટરનલ એસેસમેન્ટને આધારે પરિણામ આપ્યું છે. એથી પરિણામ સાથે અસંતુષ્ટ વિદ્યાર્થીઓને અગિયારમા ધોરણમાં પ્રવેશ માટે સરકારે કૉમન એન્ટરન્સ ટેસ્ટ (CET)નો વિકલ્પ આપ્યો છે. જોકેઆ પરીક્ષા વૈકલ્પિક છે, પરંતુ શિક્ષણ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે જે વિદ્યાર્થીઓ CET આપશે તેમને ઍડ્મિશનમાં પ્રાધાન્ય આપવામાં આવશે.

શિક્ષણ વિભાગના આ નિર્ણયને કારણે હવે સારા ગુણ મેળવેલા વિદ્યાર્થીઓએ પણ CET આપવી પડે એવી સ્થતિ નિર્માણ થઈ છે. હવે પ્રશ્ન ઊભો થાય છે કે SSCના પરિણામનું શું કંઈ મૂલ્ય જ નથી? આ નિર્ણયને પગલે હવે વિદ્યાર્થીઓ અને વાલીઓ ભારોભાર મૂંઝવણમાં મુકાયા છે. ઉપરાંત એક સવાલ એ પણ છે કે વિદ્યાર્થીને CETમાં SSCના પરિણામ કરતાં ઓછા ગુણ આવે તો પ્રવેશ માટે કયા ગુણ ધ્યાનમાં લેવાશે? જે બાબતે હજી સુધી કોઈ ચોખવટ બોર્ડે કરી નથી. જોકેલોકો માને છે કે CETના ગુણ જ માન્ય ગણાશે.

ભારતીય વાયુસેનાની તાકાત માં થયો વધારો, ભારત-ચીન તણાવ વચ્ચે ફ્રાન્સથી આટલા રાફેલ વિમાન ભારત પહોંચ્યા ; જાણો વિગતે

દરમિયાન શિક્ષણ વિભાગ આ પરીક્ષા ઑફલાઇન લેવાનું છે, જેમાં લાખો વિદ્યાર્થીઓ જોડાઈ શકે છે.એથી વિદ્યાર્થીઓને કોરોનાનું સંક્રમણ થવાનો ખતરો પણ અમુક અંશે છે. આ સંદર્ભે વાત કરતાં કલ્યાણની એમજેબી કન્યાશાળાનાં આચાર્યા પૂર્વાબહેને ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું હતું કે “CETતર્કસંગત જણાતી નથી. શિક્ષણ વિભાગ વારંવાર નવા જીઆર કાઢી આગલા નિર્ણયમાં ફેરફાર કરે જેનાથી ભારોભાર ગૂંચવણ નિર્માણ થાય છે.

ઉપરાંત હાલ પૂરતી CET રજિસ્ટ્રેશન માટેની વેબસાઇટ બંધ છે અને એને ફરી પૂર્વવત્ કરી બોર્ડ નવું સમયપત્રક બહાર પાડશે, જેને કારણે વિદ્યાર્થીઓનો સમય વેડફાશે.

Leave Comments

Array ( [news] => ન્યૂઝ કંટીન્યૂઝ વિશે [subscribe] => સબસ્ક્રાઈબ કરો [share] => શેર કરો [more] => વધુ )