News Continuous Bureau | Mumbai
દેશના અમુક રાજ્યોમાં હિંદુઓને લઘુમતીનો દરજ્જો મળી શકે છે એ મુજબનો જવાબ કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને એક પિટિશન પર ચાલી રહેલી સુનાવણી દરમિયાન આપ્યો છે.
રાજ્યમાં અમુક જ્યુડીશ્યીનની અંદર જો સમુદાય બહુમતીમાં નહીં હોય તેવી સ્થિતિમાં તેમને સમાજમાં સ્થાપિત થવા તેમ જ એજ્યુકેશન ઈન્સ્ટિટ્યૂટમાં તેમની પસંદગી મુજબ એડમિશન મળે તે માટે બંધારણ મુજબ હિંદુઓને લઘુમતીનો દરજ્જો મળી શકે છે એવો જવાબ પણ કેન્દ્રએ કોર્ટમાં આપ્યો છે.
એડવોકેટ દ્વારા ફાઈલ કરવામાં આવેલી એક અરજી પર કેન્દ્ર સરકારે કોર્ટમાં જવાબ આપતા કહ્યું હતું કે લઘુમતીને આઈડેન્ટિફાય કરવા બાબતે બંધારણમાં નિયમો છે, છતાં કેન્દ્ર અને રાજ્ય સરકારને બંધારણ મુજબ સત્તા છે કે તેઓ દેશમાં અથવા તેમના રાજ્યમાં સંબંધિત ધાર્મિક અથવા ભાષાના આધારે લઘુમતીનો દરજ્જો આપી શકે.
આ સમાચાર પણ વાંચો : 14મી એપ્રિલે ખુલશે પ્રધાનમંત્રી મ્યુઝિયમ, આ ચાર નેતોએને મળ્યું વિશેષ સ્થાન; જાણો વિગતે
પીટીશનના કહેવા મુજબ જમ્મુ કાશ્મીર, મિઝોરમ, નાગાલેન્ડ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, લક્ષદ્વીપ, મણિપુર અને પંજાબમાં હિંદુસમ, જૈનીઝમ, બાહૈસમ જેવી જાતો લઘુમતિમાં છે. નેશનલ પોપ્યુલેશનની ટકાવારીના હિસાબે આ રાજ્યોમાં આ જાતિના લોકો લઘુમતિમાં છે.
કેન્દ્ર સરકારે અત્યાર સુધી મુસ્લિમ, ક્રિશ્ચન, શીખ, બુદ્ધિસ્ટ, પારસી અને જૈન સમાજને લઘુમતીનો દરજ્જો આપી ચૂકી છે. તો રાજ્ય સરકાર પાસે સમુદાયને ભાષા અને ધાર્મિક લઘુમતી તરીકે જાહેર કરવાની સત્તા છે.