ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 ઑગસ્ટ, 2021
સોમવાર
કેન્દ્રીય પ્રધાન અને ભાજપ નેતા નારાયણ રાણે તથા શિવસેના વચ્ચેના સંબંધમાં છેલ્લા થોડા દિવસથી તંગદિલી આવી ગઈ છે. સેના અને રાણે બંને એકબીજાનાં સિક્રેટ બહાર લાવવાની ધમકી આપી રહ્યા છે. એવા સમયે હાલમાં જ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને રાજ્યના વિરોધપ પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે ગુપ્ત બેઠક થઈ હતી. આ બેઠક બાદ નારાયણ રાણેના તેવર થોડા બદલાયેલા જણાઈ રહ્યા છે.
મહારાષ્ટ્રમાં નારાયણ રાણેએ પોતાની જન આશીર્વાદ યાત્રા દરમિયાન ઉદ્ધવ ઠાકરે સામે વિવાદાસ્પદ બોલ્યા હતા. ત્યારથી આ પ્રકરણ રાજકીય સ્તરે ગરમ થઈ ગયું છે. રાણે અને સેના એકબીજાને ધમકાવવામાંથી પર બહાર નથી આવી રહ્યા . એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરીને જૂનાં રહસ્યોના હાડપિંજર ખોલવાની ધમકી પણ રાણેએ શિવસેનાને આપી હતી. એવા સમયે ગયા અઠવાડિયામાં ઉદ્ધવ અને ફડણવીસે બંધબારણે બેઠક કરી હતી. બેઠકમાં શું રંધાયું હતું એ હજી બહાર આવી શક્યું નથી, પરંતુ નારાયણ રાણેની ભાષા થોડી બદલાયેલી જણાઈ રહી છે.
બોલો! હવે આ શહેરના મેયરે કરી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન સામે પોલીસ ફરિયાદ; જાણો વિગત
રાણેએ હાલમાં જ કહ્યું હતું કે તેમને કોઈના પર વ્યક્તિગત ગુસ્સો નથી. તેમણે શિવસેનાના દિવંગત પ્રમુખ બાળ ઠાકરેને વચન આપ્યું હતું કે કે તેઓ ઠાકરે પરિવારને કોઈ દિવસ ત્રાસ નહીં આપે. એથી તેઓ ધ્યાન રાખશે કે ઠાકરે પરિવારને કોઈ પરેશાની થાય નહીં. ઉદ્ધવ ઠાકરે બાબતે તેઓ કોઈ દિવસ બોલ્યા નથી. પરંતુ ‘સામના’માં સંજય રાઉત તેમની ટીકા કરી રહ્યા છે એનો જવાબ તેઓ પોતાના અખબારના માધ્યમથી આપશે. તેઓ કોઈની ટીકા સાંભળી લેનારામાં નથી. સંજય રાઉત જ શિવસેનાને ડુબાડી દેશે એવું વિવાદાસ્પદ નિવેદન પણ રાણેએ કર્યું હતું.