234
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 ઓગસ્ટ, 2021
સોમવાર
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સામે વિવાદાસ્પદ વિધાન કરનારા કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેની ધરપકડ બાદ સેના-ભાજપનો વિવાદ થમવાનું નામ નથી લેતો. શિવસેના-ભાજપના કાર્યકર્તાઓ સામસામે થઈ ગયા છે. હવે કાનપુરનાં મેયર પ્રમીલા પાંડેએ ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ કાનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
20218ની લોકસભાની ચૂંટણી દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ માટે વિવાદાસ્પદ ભાષા બોલવા બદલ આ ગુનો નોંધવામાં આવ્યો છે. અહીં ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં પણ ભાજપના કાર્યકર્તાઓએ અનેક જગ્યાએ ઠાકરે સામે ગુનો નોંધાવ્યો છે.
You Might Be Interested In