ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૯ જુલાઈ, ૨૦૨૧
ગુરુવાર
ગુજરાત સરકારે ખાનગી લૅબ્સ દ્વારા કરાતા કોરોના વાયરસ માટેના RT-PCR પરીક્ષણના દરમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. સરકારના નિર્ણય મુજબ હવે ખાનગી લૅબ્સ RT-PCR પરીક્ષણ માટે 700 રૂપિયાને બદલે ફક્ત 400 રૂપિયા જ લઈ શકશે. ઘર અથવા હૉસ્પિટલોમાંથી RT-PCR નમૂના લેવાના મામલામાં ખાનગી લૅબ્સ55૦ રૂપિયાથી વધુ ચાર્જ કરી શકશે નહીં. હાલમાં લૅબ્સ આ પ્રકારના કેસમાં 900 રૂપિયા ચાર્જ કરે છે. હવે એમાં પણ 350 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
ઉપરાંત રાજ્યનાં વિમાનમથકો પર કોવિડ-19 પરીક્ષણ કરતી ખાનગી લૅબ્સ હવે RT-PCR પરીક્ષણ માટે રૂપિયા2,700 કરતાં વધુ નહીં વસૂલ કરી શકે છે, જે કિંમત હાલના રૂપિયા 4,000ની સરખામણીએ 1,300 રૂપિયા ઓછી છે. આ નવા નિર્ણયમાં સીટી સ્કેનના દર પણ સૂચવવામાં આવ્યા છે મુજબ હવે સીટી સ્કેન માટે 2,500 રૂપિયાથી વધુ ચાર્જ કરી શકાશે નહીં. અત્યારે સીટી સ્કેન માટે સરકાર દ્વારા નક્કી કરેલો ચાર્જ 3,000 રૂપિયા છે.
પતિ અભિષેક બચ્ચન કરતાં પણ વધારે ધનવાન છે ઐશ્વર્યા રાય બચ્ચન, અધધધ આટલા કરોડની છે માલિક, જાણો વિગત
આ સંદર્ભે મીડિયા સાથે વાતચીત કરતાં નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે RT-PCR પરીક્ષણમાં ઉપયોગમાં લેવામાં આવતી કિટના ભાવમાં ઘટાડો થયો છે, એથી પરીક્ષણનો દર ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર કોરોના વાયરસની સંભવિત ત્રીજી લહેર માટે તૈયાર કરી રહી છે.