ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨ જૂન ૨૦૨૧
બુધવાર
રાજ્ય સરકારે કોવિડથી અનાથ બાળકોની મદદ માટે સહાયનો હાથ લંબાવ્યો છે. કોરોનાને કારણે માતા-પિતા ગુમાવનાર બાળકોના નામે પાંચ લાખ રૂપિયાની ડિપોઝિટ મૂકવામાં આવશે. રાજ્યમાં 172 બાળકો છે જેમણે કોરોનાને કારણે બંને વાલીઓ ગુમાવ્યા છે અને એવા 5,000 બાળકો છે કે જેમણે એક વાલીને ગુમાવ્યા છે. આ ડિપોઝિટ 18 અને 21 વર્ષની વય બાદ બાળકોને મળશે.
આ બાળકોને ચાઇલ્ડકૅર સેન્ટરમાં મૂકવામાં આવશે અથવા બાળકોની જવાબદારી તેઓને આપવામાં આવશે, જેમના સંબંધીઓ તેમની સંભાળ લેવા તૈયાર છે. બાળ સંભાળ યોજના મુજબ સગાંસંબંધીઓને દર મહિને સંબંધિત ભથ્થું આપવામાં આવશે. કોવિડ-૧૯ રોગને કારણે તેમનાં માતાપિતા, બંનેને ગુમાવનારાં બાળકોના રક્ષણ અને ઉછેર માટે જરૂરી પગલાં લેવા રાજ્ય સરકારે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાએ એક ટાસ્ક ફોર્સ બનાવવાનો નિર્ણય કર્યો છે. હવે રાજ્ય સરકાર આ અનાથ બાળકોને મહિને 5,000 રૂપિયા આપવાની વિચારણા કરી રહી છે.
વિદેશી વેક્સિનનો ભારત આવવાનો રસ્તો સાફ, સરકારે માની કંપનીઓની આ શરત ; જાણો વિગતે
ઉલ્લેખનીય છે કે કોવિડ-૧૯ના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટની જુવેનાઇલ જસ્ટિસ કમિટી (જેજે કમિટી) દ્વારા રાજ્યમાં બાળ કલ્યાણ અને સંરક્ષણ સંગઠનો અંગેની સમીક્ષા બેઠકમાં જે બાળકોએ પોતાના બંને વાલીઓ ગુમાવ્યા છે તેવાં બાળકો માટે જિલ્લા સ્તરે ટાસ્ક ફોર્સ બનાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.