ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 સપ્ટેમ્બર, 2021
સોમવાર
દેશમાં હવે ‘હિજાબ જિહાદે’ જોર પકડ્યું હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. એમાં સગીર વયની હિંદુ છોકરીઓને હિજાબ પહેરવા દબાણ લાવવામાં આવતું હોવાનો નાગપુરમાં બનેલા બનાવનો વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે.
મહારાષ્ટ્રની બીજી રાજધાની કહેવાતા નાગપુરમાં હિંદુ સગીર વયની છોકરીઓનું બ્રેઇન વૉશ કરવાનું રીતસરનું ષડ્યંત્ર ચાલી રહી હોવાનો હિંદુ સંગઠનોએ આરોપ કર્યો છે. એ માટે બુરખો પહેરનારી મહિલાઓની એક આખી ટોળકી જ કામ કરતી હોવાનું કહેવાય છે. તેઓ સગીર વયની હિંદુ છોકરીઓને ટાર્ગેટ કરે છે. હાલમાં જ નાગપુરમાં આ ઘટનાનો એક વીડિયો વાયરલ થયો છે. એમાં બુરખાધારી મહિલાઓ એક સગીર વયની હિંદુ છોકરીને હિજાબ પહેરવા દબાણ લાવી રહી હતી. આ ઘટનાની જાણ થતાં જ અનેક ઠેકાણે બજરંગ દળ સહિત અન્ય હિંદુ સંગઠનોએ વિરોધ કરીને તેની સામે નિષેધ વ્યક્ત કર્યો હતો. પોલીસમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. છતાં હજી પણ અનેક ઠેકાણે છોકરીઓનું બ્રેન વૉશ કરવામાં આવી રહ્યું હોવાનું કહેવાય છે.