News Continuous Bureau | Mumbai
બિહાર(Bihar)માં લાંબા સમયથી ચાલુ રાજકીય અટકળો પર પૂર્મ વિરામ મુકાઈ ગયો છે. રાજ્યમાં જનતા દળ યુનાઈટેડ (JDU)અને ભારતીય જનતા પાર્ટીJP)નું ગઠબંધન(alliance) તૂટી ગયું છે. જેડીયુના ધારાસભ્યો અને સાંસદોની બેઠકમાં ગઠબંધન તોડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી નીતિશ કુમાર(Bihar CM Nitish Kumar) સાંજે 4 વાગ્યે રાજ્યપાલ (governor)ને મળશે.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં કેબિનેટ બની- આ ધારાસભ્યને મંત્રી પદ મળ્યું- મુંબઈના આ જાણીતા બિલ્ડર પણ મંત્રી બન્યા
દરમિયાન પટનામાં સાંજે પાંચ વાગ્યે ભાજપ કોર ગ્રુપની બેઠક(BJP core group meeting) મળનાર છે અને હવે રાજ્યપાલને મળ્યા બાદ નિતીશકુમાર શું જાહેરાત કરે છે તેના પર સૌ કોઈની નજર ટકેલી છે. રાજ્યમાં જનતાદળ-યુ (JDU) અને ભાજપ(BJP)ની સંયુક્ત સરકારમાં લાંબા સમયથી ચાલી રહેલા આંતરિક વિખવાદમાં નિતીશકુમાર(Nitish Kumar)ને કોઇ ઉતાવળીયુ પગલું ન લેવા ગઇકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે(home minister Amit Shah) ફોન કર્યો હતો. જોકે માનવામાં આવે છે કે જે રીતે ભાજપ લાંબા સમયથી નિતીશકુમાર સરકારને મહારાષ્ટ્ર(Maharashtra)માં શિવસેના(Shivsena) ફોર્મ્યુલાની જેમ ઉથલાવવાની તૈયારીમાં હતા તેમાં નિતીશકુમારે પ્રથમ ઘા કરી લીધો હોવાનું મનાય છે.
આ સમાચાર પણ વાંચો : આજે મુંબઈ માટે વરસાદ બનશે આફત- સાડા ત્રણ મીટરની દરિયાઈ ભરતી છે- જાણો જોખમી સમય કયો