ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 સપ્ટેમ્બર, 2021
સોમવાર
ગુજરાતમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી થવાની છે. ત્રણ મુખ્ય પક્ષો ભાજપ, કૉન્ગ્રેસ અને આમ આદમી પાર્ટીએ આ રેસમાં જીતવા માટે કમ્મર કસી લીધી છે.
ભાજપ સુરતની સીટ પર વિશેષ ધ્યાન આપશે, તો કૉન્ગ્રેસે પણ ગુજરાતમાં ફરીથી સત્તા મેળવવા માટે જોરદાર રણનીતિ બનાવી છે.
સૂત્રો દ્વારા મળેલી જાણકારી મુજબ વડગામના અપક્ષના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી આગામી દિવસોમાં કૉન્ગ્રેસ સાથે જોડાઈ શકે છે. મેવાણીના કૉન્ગ્રેસમાં આવવાથી કૉન્ગ્રેસ મજબૂત થઈ શકે છે. તેમ જ કૉન્ગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા અલ્પેશ ઠાકોરને ભાજપમાં ખાસ મહત્ત્વ અપાતું ન હોવાથી તે ફરીથી કૉન્ગ્રેસનો હાથ પકડે તેવી શક્યતા વર્તાઈ રહી છે. આ બે નેતાઓ હાર્દિક પટેલ સાથે મળીને ગુજરાતની રાજનીતિમાં ધૂમ મચાવી શકે છે. જેનો ફાયદો કૉન્ગ્રેસને થશે.
કાંદિવલીના એક NGOએ શરૂ કરી ઘરે-ઘરે જઈને પ્લાસ્ટિક એકત્રિત કરવાની મોહિમ; જાણો વિગત
જોકે જિજ્ઞેશ મેવાણીની કૉન્ગ્રેસમાં સામેલ થવાની સંભાવના વધુ છે. જેની જાહેરાત ગમે ત્યારે થઈ શકે છે.