News Continuous Bureau | Mumbai
અનામત મેળવવાને પાત્ર વ્યક્તિ ધર્મ બદલે કે કે લગ્ન કરે તેનો અનામતનો હક ખતમ ના થઈ શકે એવો કેરળ હાઈકોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો છે.
ધર્માતરણ કરવાથી કે અનામતનો લાભ મળતો ન હોય તેવી વ્યક્તિ સાથે લગ્ન કરવાથી અનામતનો લાભ મળતો બંધ ના થઈ શકે. એટલું જ નહીં પણ અનામતનો લાભ ધરાવતી વ્યક્તિને અનામતના લાભ નહીં ધરાવતી વ્યક્તિ દત્તક લે તો પણ જે-તે વ્યક્તિ અનામતનો લાભ મેળવવા માટે હકદાર હોવાનો ચુકાદો હાઈકોર્ટે આપ્યો છે.
આ સમાચાર પણ વાંચો : લો બોલો, ગોરખનાથ મંદિરનો હુમલાખોર આરોપી ઘરની છત પર જ કરતો હતો નિશાનેબાજીની પ્રેક્ટિસ; જાણો વિગતે
કેરળમાં એક યુવતીએ ખ્રિસ્તી યુવક સાથે લગ્ન કરતા તેને સ્થાનિક ગામ ઉડુંબંચોલાના તલાટીએ જાતિનું પ્રમાણપત્ર આપવાનો ઈનકાર કર્યો હતો. તેથી તેણે તેના વકીલ મારફત તલાટીના જાતિ પ્રમાણપત્ર આપવાનો ઈનકાર કરવાના નિર્ણયને પડકાર્યો હતો. તેની અરજી પણ વિચારણા કર્યા પછી કેરળ હાઈકોર્ટે તેના વલણનો પુનરોચ્ચાર કર્યો હતો.
તલાટીના કહેવા મુજબ બેક્સી એ.એ. નામની યુવતી લેટિન કેથોલિક સાથે સંબંધિત છે. તેણે ખ્રિસ્તી સિરોમાબાર સીરિયન કેથોલિક સંપ્રદાય સંબંધિત વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે. તેથી તેને અનામતનો લાભ મેળવવા માટે જાતિનું પ્રમાણપત્ર આપી શકાય નહીં.
આ યુવતીએ લોકસેવા આયોગ મારફત પ્રાથમિક વિદ્યાલયની શિક્ષિકા તરીકે નોકરી મેળવી હતી. નિમણૂક પછી તેણે જાતિ પ્રમાણપત્ર માટે અરજી કરી હતી. 18 માર્ચે હાઈકોર્ટે આપેલા ચુકાદામાં બંને પક્ષની દલીલો સાંભળીને યુવતીને તાત્કાલિક જાતિ પ્રમાણપત્ર આપવાનો આદેશ આપ્યો હતો.