ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 21 ઓક્ટોબર, 2021
ગુરુવાર
ઉપમુખ્યમંત્રી અજિત પવારની મુશ્કેલીઓમાં વધારો થયો. ગઇકાલે ભાજપના નેતા કિરીટ સોમૈયા મુંબઈના ઇડી કાર્યાલયમાં પહોંચ્યા હતા અને સાતારા સ્થિત જરંડેશ્વર સાકર કારખાનામાં અજિત પવારની ભાગીદારી સંદર્ભે દસ્તાવેજો અને પુરાવા પ્રસ્તુત કર્યા હતા.
સોમૈયાએ જણાવ્યું હતું કે જરંડેશ્વર કારખાનામાં ગુરુ કમોડિટી કંપનીની ભાગીદારીની તપાસ થવી જોઇએ. બે મોટા પ્રમોટર્સ દ્વારા સો કરોડ રૂપિયાની વગર વ્યાજની રકમ અજિત પવારને આપવામાં આવી હતી. જે હજી સુધી ઉપયોગમાં લેવાઈ નથી. છાપે મારી બાદ પવારે આ સાથે તેની બહેનોના સંબંધ હોવાની વાત નકારી હતી, પરંતુ હવે સાફ દેખાઈ રહ્યું છે કે તેમણે પોતાની બહેનો સાથે મળીને આ ભ્રષ્ટાચાર કર્યો છે. કારણકે જરંડેશ્વર કારખાનામાં માલિકી તેમની બહેનના નામ પર છે. જ્યારે તેમના બનેવીઓનું નામ ભાગીદારોમાં છે.
ગીતા ગોપીનાથ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડનું અધ્યક્ષપદ છોડશે, જાણો શું છે તેમની ભાવિ યોજના
કિરીટ સોમૈયાએ વધુમાં કહ્યું હતું કે આ કારખાના સાથે જોડાયેલા કારીગરો અને ખેડૂતોને કોઈ પણ નુકસાન નહીં થાય.