ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 17 ફેબ્રુઆરી 2022,
ગુરુવાર,
૨૦૧૨માં ભ્રષ્ટાચાર મામલે શરૂ થયેલા અન્ના આંદોલન દરમિયાન કવિ કુમાર વિશ્વાસ અને અરવિંદ કેજરીવાલ એક બીજાની નજીક આવ્યા હતા. અન્ના આંદોલન ખતમ થતા જ્યારે આમ આદમીપાર્ટી બની ત્યારે કુમાર આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા અને કવિ કુમાર વિશ્વાસે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પર ગંભીર આરોપ લગાવ્યા છે. કુમાર વિશ્વાસે કહ્યું છે કે, દિલ્હીના સીએમ ખાલિસ્તાની સમર્થક છે, તેઓ સત્તાની લાલચમાં કોઈ પણ હદ સુધી જઈ શકે છે. તેમણે એક દિવસ મને કહ્યું હતું કે, પંજાબના સીએમ બનશે અથવા આઝાદ રાષ્ટ્રનો પહેલો પીએમ બનશે. કુમાર વિશ્વાસે કહ્યું કે, અરવિંદ કેજરીવાલ પંજાબમાં ભાગલાવાદીઓના સમર્થક છે.
કુમાર વિશ્વાસે કહ્યું કે, અરવિંદ કેજરીવાલે સમજવું જાેઈએ કે પંજાબ માત્ર એક રાજ્ય નથી પરંતુ એક ભાવના પણ છે. મેં એમને પહેલાં જ કહ્યું હતું કે, ભાગલાવાદી અને ખાલિસ્તાની સંગઠનો સાથે જાેડાયેલા લોકોને સાથે ના રાખે. ત્યારે કેજરીવાલે મને કહ્યું હતું કે, ના-ના થઈ જશે. કુમાર વિશ્વાસે કહ્યું હતું કે, મેં તેમને કહ્યું હતું કે, આ જે ભાગલાવાદી સંગઠન છે તે ખાલિસ્તાની મૂવમેન્ટ સાથે જાેડાયેલા લોકો છે. તેમનો સાથે ના લેશો, ત્યારે તેમણે કહ્યું હતું કે, ચિંતા ના કરશો.
તેમણે વધુમાં કહ્યું હતું કે એક દિવસ મને અરવિંદ કેજરીવાલે કહ્યું કે, તુ ચિંતા ના કર, હું એક દિવસ પંજાબનો મુખ્યમંત્રી બનીશ. મેં તેમને કહ્યું કે, આ ભાગલાવાદ છે. ૨૦૨૦નું રેફરેંડમ આવી રહ્યું છે. આખી દુનિયા ફંડિંગ કરી રહી છે. તો કહેતા હતા કે, તો શું થયું. સ્વતંત્ર દેશનો પહેલો વડાપ્રધાન બનીશ. આ વ્યક્તિના મગજમાં ભાગલાવાદનું દૂષણ એટલુ બધુ ખુશી ગયું છે કે, બસ કોઈ પણ રીતે સત્તા મળે.
આ પહેલાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ કેજરીવાલ ઉપર આરોપ લગાવ્યા હતા. પંજાબમાં એક રેલીને સંબોધન કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, પંજાબને સ્થિર સરકારની જરૂર છે. તમે યાદ રાખજો, ભલે કઈ પણ થઈ જાય, તમને કોઈ આતંકવાદીના ઘરે કોંગ્રેસનો નેતા નહીં મળે, પરંતુ ઝાડૂના સૌથી મોટા નેતા (અરવિંદ કેજરીવાલ) ત્યા મળશે. પંજાબને જાેખમ છે, જેના માટે ચરણજીત ચન્ની જેવા મુખ્યમંત્રીની જરૂર છે.
નોંધનીય છે કે, 2012માં ભ્રષ્ટાચાર મામલે શરૂ થયેલા અન્ના આંદોલન દરમિયાન કવિ કુમાર વિશ્વાસ અને અરવિંદ કેજરીવાલ એક બીજાની નજીક આવ્યા હતા. અન્ના આંદોલન ખતમ થતા જ્યારે આમ આદમીપાર્ટી બની ત્યારે વિશ્વાસ પણ સંસ્થાપક સભ્યોમાં સામેલ હતા. પાર્ટીના ગઠન પછી અરવિંદ કેજરીવાલ અને કુમાર વિશ્વાસની મિત્રતા વધી. જાેકે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર બનતા કુમાર વિશ્વાસ અને અરવિંદ કેજરીવાલના સંબંધો ખરાબ થયા હતા. એટલું જ નહીં, થોડા સમય પછી કુમાર વિશ્વાસે આમ આદમી પાર્ટી છોડી દીધી. કેજરીવાલ સાથેના મતભેદોના કારણે તેમણે આમ આદમી પાર્ટી સાથે અંતર કરી લીધું અને પાર્ટીની ઘણી નીતિને વખોડી પણ ખરી.
લુંટારુ દુલ્હાની ધરપકડ, આવી રીતે ૭ રાજ્યોમાં ૧૪ મહિલાઓ સાથે કર્યા લગ્ન; જાણો વિગતે