ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૫ જૂન 2021
શુક્રવાર
કોરોનાની ખતરનાક બીજી લહેર બાદ હજી તો માંડ જ્યાં લોકોની ગાડી પાટે ચઢી તેવામાં ફરી કોરોનાના ડેલ્ટા વેરિયંટને કેસ વધતા રાજ્ય વહીવટી તંત્રમાં ખળભડાટ મચી ગયો છે. કેટલાક જિલ્લાઓમાં કોરોનાવાયરસની સંખ્યામાં વધારો અને બજારોમાં ભીડને કારણે બુધવારે રાજ્યની કેબિનેટની બેઠકમાં રાજ્યમાં ફરીથી કડક પ્રતિબંધ લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે પ્રતિબંધોને હળવા કરવાની પાંચ-સ્તરની સિસ્ટમ બદલવામાં આવશે અને એવા સંકેત છે કે ફરીથી દુકાનનો સમયમાં મોટા ફેરફાર આવશે.
ત્રીજી લહેરના જોખમને કારણે બેઠકમાં અગાઉની જેમ નિયંત્રણો કડક બનાવવાની ચર્ચા કરવામાં આવી હતી. સુત્રોના જણાવ્યા મુજબ હાલની સિસ્ટમ બદલવા અથવા તેને રદ કરવા માટે આગામી બે દિવસમાં આદેશ આપવામાં આવશે. પ્રતિબંધોમાં છૂટછાટ બાદ જાહેર જીવન સામાન્ય સ્થિતિમાં આવી રહ્યું હતું ત્યારે રાજ્યમાં કોરોના મ્યુટેટિવ વાયરસ (ડેલ્ટા પ્લસ)ના 21 કેસ મળી આવ્યા હતા.
અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને રાજ્ય સરકારની વધુ એક ભેટ. જો આટલા માર્ક લાવશે તો બે લાખ રૂપિયા મળશે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા આ નવો વાયરસ ત્રીજી લહેરમાં ન પરિણમે તેથી રાજ્યોને સાવચેત રહેવા કહ્યું હતું તેથી હવે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાની માહિતી મળી છે. હવે રાજ્ય સરકાર બે દિવસ બાદ શું નિર્ણય લેશે તેની પર સૌની નજર છે.