News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના અધ્યક્ષ રાજ ઠાકરે અયોધ્યાની મુલાકાતે જવાના છે ત્યારે મહારાષ્ટ્રના પર્યાવરણ પ્રધાન અને શિવસેનાના નેતા આદિત્ય ઠાકરે (Shiv Sena aditya Thackeray Ayodhya visit)પણ અયોધ્યા જવાના છે. અયોધ્યામાં તેમના સ્વાગત કરતા શિવસેનાએ ઠેર ઠેર બેનરો લગાવી દીધા હતા. પરંતુ બે દિવસની અંદર જ સ્થાનિક પ્રશાસને શિવસેનાએ લગાડેલા તમામ પોસ્ટરો અને બેનરો હટાવી દીધા છે, તેથી આગામી દિવસમાં ફરી નવો વિવાદ જાગે એવી શક્યતા છે.
હાલ મહારાષ્ટ્રમાં હનુમાન ચાલીસા (Hanuman Chalisa row)અને હિન્દુત્વનો મુદ્દો ભારે ગાજી રહ્યો છે. શિવસેનાને હિંદુત્વને નામે એમએનએસ(MNS)ના અધ્યક્ષ રાજ ઠાકરે(Raj Thackeray)એ પડકાર ફેંક્યો છે. જેને અપ્રત્યક્ષ રીતે ભાજપ પણ સાથ આવી રહ્યો છે. તેવામાં રાજ ઠાકરેએ અયોધ્યામાં જવાની જાહેરાત કરી છે. રાજ ઠાકરેની અયોધ્યાની મુલાકાતને મહારાષ્ટ્રમાં ભાજપે પણ જોરદાર સમર્થન આપ્યું છે. અહીં ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા દિવસથી એમએનએસ અને ભાજપ યુતિ કરશે એવું રાજકીય સ્તરે ચર્ચાઈ રહ્યું છે ત્યારે રાજ ઠાકરેની અયોધ્યાની મુલાકાતને ભાજપે સમર્થન આપ્યું છે. એટલું જ નહીં પણ ઉત્તર પ્રદેશમાં(Uttar pradesh) અયોધ્યામાં પણ તેમના સ્વાગતની જોરદાર તૈયારી કરવામાં આવી રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
આ દરમિયાન મહારાષ્ટ્ર્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના(CM uddhav thackeray) પુત્ર અને રાજ્યના પર્યાવરણ(Environment minister) અને પર્યટન પ્રધાન આદિત્ય ઠાકરેએ પણ અયોધ્યા જવાની જાહેરાત કરી છે. તેમની અયોધ્યાની મુલાકાતની જાહેરાતને પગલે અયોધ્યામાં શિવસેનાએ ઠેર ઠેર “અસલી આ રહા હે, નકલી સે સાવધાન “ જેવા બેનરો અને હોર્ડિંગો(Hoardings) લગાવી દીધા હતા. કરીને શિવસેનાએ અયોધ્યામાં ઠેર ઠેર પોસ્ટર લાગ્યા હતા. પરંતુ બે દિવસની અંદર જ અયોધ્યામાં સ્થાનિક પ્રશાસને આદિત્ય ઠાકરેના શહેરમાં ઠેર ઠેર લાગેલા પોસ્ટર હટાવી દીધા છે. આ પોસ્ટરના માધ્યમથી રાજ ઠાકરેના હિંદુત્વના મુદ્દાને નકલી કહેવાનો શિવસેનાએ પ્રયાસ કર્યો હતો. જોકે રાતોરાત અયોધ્યામાં સ્થાનિક પ્રશાસને આદિત્ય ઠાકરેનું સ્વાગત કરનારા તમામ પોસ્ટર અને બેનરો અયોધ્યામાથી હટાવી દીધા છે.
આ સમાચાર પણ વાંચો : શાહીન બાગ બાદ દિલ્હીમાં આ 2 સ્થળોએ 'દબાણ હટાવો' ઝુંબેશ, લોકો જાતે જ પોતાના સામાન હટાવવા લાગ્યા; જુઓ વિડીયો, જાણો વિગતે..
અયોધ્યામાં સ્થાનિક સ્તરે થઈ રહેલી ચર્ચા મુજબ રાજ ઠાકરે અને ભાજપ વચ્ચે આગામી દિવસમાં મહારાષ્ટ્રમાં(Maharashtra) યુતી થવાની શક્યતા છે. આગામી મહિનામાં મહારાષ્ટ્રમાં સ્થાનિક મહાનગરપાલિકા(BMC) , જિલ્લા પરિષદ સહિતની અનેક ચૂંટણીઓ(Elections) થવાની છે, તેથી મહારાષ્ટ્રના ભાજપના નેતા હિંદુત્વના મુદ્દાને ફરી ચગાવનારા રાજ ઠાકરેને પોતાની તરફ કરવાની યોજના બનાવી રહી છે. તેથી ઉત્તર પ્રદેશમાં ભાજપની સરકાર હોઈ અયોધ્યામાં રાજ ઠાકરેનું જોરદાર સ્વાગત થાય એવી મહારાષ્ટ્ર ભાજપની અપેક્ષા છે અને તેને માન આપીને રાજ ઠાકરેને ટક્કર આપવાનો પ્રયાસ કરનારા આદિત્ય ઠાકરેના પોસ્ટરો સ્થાનિક પ્રશાસને હટાવી લીધા હોવાના અહેવાલ સ્થાનિક મિડિયામાં આવી રહ્યા છે.