મહારાષ્ટ્રમાં શિક્ષણ જગતને હલાવી નાખતો કિસ્સો-7800 વિદ્યાર્થી બોગસ રીતે ક્વોલિફાય થયા- હવે તપાસ

by Dr. Mayur Parikh
Pune: Four Caught In SRPF Exam Cheating Using Bluetooth Microphones And Spy Cameras; Watch Video

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં ટીચર એલિજિબિલિટી ટેસ્ટ (TET) પરીક્ષા કૌભાંડમાં(exam scam) મોટા પ્રમાણમાં ગેરરીતિ(malpractice) આચરવામાં આવી હોવાનું પ્રકાશમાં આવતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. પરીક્ષા પાસ કરવા(pass the exam) માટે 7,880 ઉમેદવારો પાસેથી 1.5 થી 2 લાખ રૂપિયા લેવામાં આવ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. તેથી  આ ઉમેદવારોને અપાત્ર જાહેર કરીને તેમના પ્રમાણપત્ર રદ કરવામાં આવવાના છે.

પુણે સાયબર પોલીસની(Pune Cyber Police) તપાસમાં બહાર આવ્યું છે કે વર્ષ 2019માં લેવાયેલી TET એટલે કે શિક્ષક પાત્રતા પરીક્ષામાં(Teacher Eligibility Test) 7800 જેટલા વિદ્યાર્થીઓએ છેતરપિંડી કરી છે. મહારાષ્ટ્ર સ્ટેટ એજ્યુકેશન કાઉન્સિલ(Maharashtra State Education Council) દ્વારા આ 7800 બોગસ શિક્ષકોના(bogus teachers) નામ જાહેર કરવામાં આવ્યા છે. આ યાદી રાજ્યના દરેક જિલ્લાના શિક્ષણ અધિકારીઓને(District Education Officers) મોકલવામાં આવશે. આ 7800 વિદ્યાર્થીઓને ગેરલાયક ઠેરવવામાં આવશે અને તેમના પ્રમાણપત્રો રદ કરવામાં આવશે.

એ સાથે જ હવેથી તેમને શિક્ષક પાત્રતાની પરીક્ષા આપવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બોગસ પદ્ધતિથી લાયકાત મેળવનારા આ 7800 વિદ્યાર્થીઓમાંથી શિક્ષક તરીકે નોકરી કરતા આ વિદ્યાર્થીઓની શોધ કરવામાં આવશે. શિક્ષક તરીકે કામ કરતા આ શિક્ષકોને સેવામાંથી બરતરફ કરવામાં આવશે. તેવી સૂચના શિક્ષણ નિયામક(Director of Education) દ્વારા આપવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો : આ તારીખે શિંદે સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થશે- મીડિયામાં સમાચાર વાયરલ થયા

2019માં 16,705 વિદ્યાર્થીઓએ TET પરીક્ષા આપી હતી. તેમાંથી 7800 વિદ્યાર્થીઓએ પૈસા ભરીને પરીક્ષા પાસ કરી હતી. જેના કારણે રાજ્યના વિવિધ શહેરો અને ગામડાઓમાં છેતરપિંડીથી ભરતી કરીને નોકરી કરતા શિક્ષકો મુશ્કેલીમાં મુકાયા છે.

2019ની જેમ જ 2018માં લેવાયેલી TET પરીક્ષામાં પણ ગેરરીતિ સામે આવી છે અને પુણે સાયબર પોલીસ પણ તેની તપાસ કરી રહી છે. તે જ સમયે, 2013 થી શિક્ષક પાત્રતા પરીક્ષા પાસ કરનાર તમામ શિક્ષકોના પ્રમાણપત્રોની ચકાસણી કરવામાં આવશે.

TET કૌભાંડમાં પોલીસે શિક્ષણ પરિષદના(Education Council) પૂર્વ અધ્યક્ષ તુકારામ સુપે, શિક્ષણ પરિષદના પૂર્વ કમિશનર સુખદેવ ઢેરે અને TET પરીક્ષા યોજવા માટે જવાબદાર GA ટેક્નોલોજી કંપનીના વડા પ્રિતેશ દેશમુખ સહિત અનેક લોકોની ધરપકડ કરી છે.

રાજ્યના આરોગ્ય વિભાગમાં(state health department) ભરતી પરીક્ષામાંrecruitment exam) પેપર લીકની(paper leak) તપાસ કરતી વખતે પુણે સાયબર પોલીસને મ્હાડાની પરીક્ષાનું(Mahada exam) પેપર લીક થયું હોવાની માહિતી મળી હતી. MHADA પેપર લીકની તપાસ કરતી વખતે TET પરીક્ષામાં ગેરરીતિ હોવાનું બહાર આવ્યું હતું. 2018ની પરીક્ષામાં પણ એટલી જ સંખ્યામાં ઉમેદવારોને ગેરલાયક ઠેરવવામાં આવે તેવી શક્યતા છે.

આ સમાચાર પણ વાંચો :આને કહેવાય જોરદાર સેટિંગ- મહારાષ્ટ્રમાં આ મહાશય હવે મિનિસ્ટર નથી તેમ છતાં સરકારી બંગલો પાછો નથી લેવાયો
 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More