ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 જૂન 2021
શનિવાર
પાંચ તબકકામાં સાત જૂનથી મુંબઈ સહિત મહારાષ્ટ્ર રાજ્યમાં અનલૉક કરવાની સરકારે જાહેરાત કરી નાખી છે. રાજ્યના વેપારી સહિત વિરોધ પક્ષની સતત માગણીઓની વચ્ચે મહારાષ્ટ્ર સરકારે અનલૉક હટાવવાનું પગલું તો ઊંચકી લીધું છે, પંરતુ આગામી દિવસોમાં કોરોનાના કેસમાં ફરી વધારો થયો તો હંમેશ મુજબ સરકાર પોતાના પર જવાબદારી લેવાને બદલે ફરી નાગરિકોના માથે જ નાળિયેર ફોડશે એ ચોક્કસ છે.
મુંબઈનાં મેયર કિશોરી પેડણેકરે કરી પ્રેસ કૉન્ફરન્સ; મુંબઈ સંદર્ભે કહી આ મોટી વાત, જાણો વિગત
કોરોનાનો પૉઝિટિવિટી રેટ અને ઑક્સિજન બેડની ઉપલબ્ધતાને આધારે દર અઠવાડિયે જિલ્લા અને શહેરો કયા લેવલમાં આવે છે એ મુજબ અનલૉકમાં ફેરફાર થતો રહેશે. જે જિલ્લામાં પરિસ્થિતિ નિયંત્રણમાં હશે ત્યાં તો બહુ વાંધો નહીં આવે પણ અનલૉકમાં થોડી છૂટછાટ આપવાની જાહેરાત સાથે જ જે મુજબ લોકો રસ્તા પર ઊતરી આવતા હોય છે, તેને જોતાં પરિસ્થિતિ ફરી ડામાડોળ થાય છે કે એમાં સુધારો થાય છે તે આવનારા દિવસોમાં ખબર પડશે. એટલે કે સરકારના આ નિર્ણયથી રાજ્યની હાલતમાં સુધારો થાય છે કે તેમનો અનલૉક કરવાનો નિર્ણય સુપર ફ્લૉપ જાય છે એ આગામી દિવસોમાં ખબર પડી જશે.